સુરત: પુરપાટ ઝડપે આવી રહેલી કારે સાઇકલ ચાલકને કચડી નાખ્યો, જુઓ વિડીયો

ગુજરાતમાંથી અવાર-નવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવતી રહે છે ત્યારે આજે આવી જ એક ઘટના સુરતના હજીરા વિસ્તારમાંથી સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં…

ગુજરાતમાંથી અવાર-નવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવતી રહે છે ત્યારે આજે આવી જ એક ઘટના સુરતના હજીરા વિસ્તારમાંથી સામે આવી છે. આ સમગ્ર ઘટનામાં એક આઘેડ વ્યક્તિ નોકરી પરથી ઘરે જઈ રહ્યા હતા. તે દરમ્યાન એક અજાણ્યા વ્યક્તિ આવીને અકસ્માત કરીને ચાલ્યો ગયો હતો.

હજીરા વિસ્તારમાં આવેલી લાર્સન એન્ડ ટૂબ્રો કંપની (L&T) ના ગેટ પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. સિક્યુરિટી ગાર્ડ સાયકલ લઈને રોડ ક્રોસ કરી રહ્યો હોય છે. આ દરમિયાન અજાણ્યો કાર ચાલક તેને અડફેટે લઈને ચાલ્યો ગયો હતો. આ અકસ્માતના પગલે આધેડનું ઘટના સ્થળે જ મોત નીપજે છે.

લાર્સન એન્ડ ટૂબ્રો કંપની (L&T) ના ગેટ નજીક રસ્તો ક્રોસ કરી રહેલા મૂળ બિહારના અને તપોવન સોસાયટી મોરામાં રહેતા રામ નિહોર સોનેલાલ ઠાકુર (ઉ.વ.આ.55)ના સાયકલ લઈને નીકળ્યા હોય છે. રાત્રિના સમયે તેઓ એક રસ્તો ક્રોસ કરીને ડિવાઈડરથી આગળ વધી બીજો રસ્તો ક્રોસ કરી રહ્યા હોય છે એ દરમિયાન કાર ચાલક એક્સિડન્ટ કરીને નાસી જતા મોત નીપજે છે.

આધેડને અજાણ્યા કાર ચાલકે અડફેટે લીધા બાદ તેનું ઘટના સ્થળે જ મોત નીપજે છે. જેથી હજીરા પોલીસે ઘટના સ્થળે પહોંચીને પંચનામું કરીને મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હોય છે. બાદમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અજાણ્યા કારચાલકને શોધવા પણ પોલીસે સીસીટીવી સહિતના ફૂટેજને ચેક કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *