આ રીતે હવે ઘરે જ બનાવો પોટેટો ચીઝ કેક – ફટાફટ થઈ જશે તૈયાર અને ખાવામાં પણ આવશે મજા

Potato Cheesecake recipe: હાલના સમયમાં બધા લોકો ચટપટુ ખાવાનું વધારે પસંદ કરે જો તમે લોકો પિઝ્ઝા, પાસ્તા, સમોસા, ભજીયા જેવી વસ્તુઓ ખાઈને કંટાળી ગયા હોવ અને કંઈક અલગ અને નવું ટ્રાય કરવા અને સ્ટેસ્ટ જોઈએ છે? બટાકા અને ચીઝથી ભરપુર આ રેસિપી તમને લોકોને બહુ પસંદ આવશે. કેક ઘણી રીતે બનાવવામાં આવે છે. અને ઘણી કેક વિશે સાંભળ્યું હશે પરંતુ આજ અમે તમને એવી કેક વિશે કહી રહયા છીએ જે તમે લોકોએ ક્યારેય ખાધી નહિ હોય તો ચાલો આજે તમને જણાવી દઈએ બટેકા ચીઝ કેકની રેસીપી…

પોટેટો ચીઝ કેક બનાવવા માટેની સામગ્રી
1 કપ બાફેલા બટાકાનો છુંદો લો
¼ કપ જીણી કાપેલી ડુંગળી
¼ કપ જેટલી લીલી ડુંગળી

½ કપ જેટલું ચીઝ
1 ચમચી જેટલું માખણ કે ધી
2 ચમચી જેટલો મેંદો

સ્વાદ અનુસાર મીઠું
1 નાની ચમચી જેટલા કાળા મરીનો ભુક્કો
1 નાની ચમચી જેટલી રેડ ચીલી ફલેગસ

અનુકુળતા પ્રમાણે કેપ્સીકમ
ગાજર
લીલી ડુંગળી
1-2 ચમચી જેટલું માયોનીઝ અને ટોમેટો સોસ

પોટેટો ચીઝ કેકની રેસિપી
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં બટાકાનો છુંદો, લીલી ડુંગળી, અને ચીઝ નાખીને બધું મિક્સ કરો. તે પછી તેમાં બધા મસાલા એડ કરીને મિક્સ કરો. કડાઈને ગેસ પર ચડાવો. ગેસની આંચને ધીમી રાખો અને પેન પર બટર લગાવો. હવે બટર ઓગળે ત્યારે બનવેલી બટાકાનું બેટર તેના પર પાથરો. આ વાતનું ધ્યાન રાખો કે, બેટર વધુ પાતળું કે વધુ જાડુ ન હોય. બેટરને ઓછામાં ઓછા 1થી 2 મિનિટ માટે પાકવા દયો. ત્યાર પછી બેટર પલટીને પણ શેકી લો. આ બેટર હલ્કો ગોલ્ડન બ્રાઉન કલરનું થઇ જાય એટલે ગેસને બંધ કરી દો, હવે તૈયાર છે પોટેટો ચીઝ કેક. આ કેકનો તમે ચીલી સોસ કે ટમેટો સોસની સાથે આનંદ માની શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *