શું તમારું બાળક પર સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે? તો ચેતીજાજો… નાની ઉંમરે બની શકે છે હાર્ટએટેકનો શિકાર

Published on Trishul News at 9:22 AM, Mon, 20 November 2023

Last modified on November 10th, 2023 at 3:43 PM

Kids Phone Habit: આજકાલના બાળકોને ફોન, ટેબ અને ટીવીની ઘણી આદત પડી ગઈ છે અને તેના કારણે માતા-પિતા તેનાથી ખુબ પરેશાન છે. સ્માર્ટફોનના વધતા ઉપયોગની અસર માસૂમ બાળકોના સ્વાસ્થ્ય પર ખુબ પડી રહી છે. બાળકોને ફોનથી દૂર રાખવા ઘણું મુશ્કેલ કામ છે. ગમે એટલો પ્રયાસ કરો પરંતુ બાળકો ફોન અને ટેબનો ઉપયોગ કરતા રહે છે. ઘણા રિસર્ચમાં સામે આવી રહ્યું છે કે વધુ સ્ક્રીન ટાઇમ બાળકોના(Kids Phone Habit) ન્યૂરોલોજિકલ ડેવલોપમેન્ટ અને સોશિયલ ડેવલોપમેન્ટ પર ઘણી અસર કરે છે. તેનાથી બાળકને ઘણા ન્યૂરોલોજિકલ ડિસઓર્ડર થવાનો ખતરો રહે છે.

પૂર્વી ફિનલેન્ડ યુનિવર્સિટી અને યુરોપીયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી કોંગ્રેસ 2023ના એક રિસર્ચમાં સામે આવી રહ્યું છે કે ફિઝિકલી એક્ટિવ ન રહેતા બાળકોમાં નાની ઉંમરમાં હાર્ટ સાથે જોડાયેલી બીમારીનો ખતરો ઘણો ઝડપથી વધી શકે છે. ઇનફેન્સી દરમિયાન ઓછા એક્ટિવ થવાને કારણે હાર્ટ અને સ્ટ્રોકનો ખતરો ખુબ વધી જાય છે. ભલે તમારૂ વજન અને બ્લડ પ્રેશર નોર્મલ હોય. આ રિસર્ચ 1990 અને 1991માં જન્મેલા 14500 શિશુઓના યુવા જીવન, તેના સ્વાસ્થ્ય અને જીવનશૈલીને લઈને કરવામાં આવી રહ્યું છે.

વધુ સ્ક્રીન ટાઇમ હાર્ટ માટે ઘાતક
રિસર્ચમાં સામે આવી રહ્યું છે કે બાળકો સ્ક્રીન પાસે ટાઇમ વધુ પસાર કરી રહ્યા છે, જેથી તેની ફિઝિકલ એક્ટિવિટી ઘણી ઓછી થઈ જાય છે. તે મોટા ભાગે બેસીને સમય પસાર કરે છે. સૌથી ગંભીર વાત એ છે કે ઇકોકાર્ડિયોગ્રાફીમાં આ નાની ઉંમરના બાળકોના હાર્ટના વજનમાં વૃદ્ધિ જોવા મળી રહી છે, જેનો સીધો સંબંધ શારીરિક એક્ટિવિટી સાથે થઈ રહ્યો છે.

આ બીમારીઓનો વધી જાય છે ખતરો
ઘણા રિસર્ચમાં સામે આવી રહ્યું છે કે જે લોકો શારીરિક એક્ટિવ રહેતા નથી, તેને યુવા અવસ્થામાં જ મોટાપો અને ટાઈપ 2 ડાયાબિટીસનો ખતરો ખુબ વધી જાય છે. આવા બાળકોમાં ન્યૂરોડીજેનેરેટિવ રોગ અને હાર્ટ સંબંધી બીમારીઓનો ખતરો ખુબ વધી જાય છે. જે બાળકો વધુ ફોન કે સ્ક્રીન પર સમય પસાર કરે છે, તે સમાજથી દુર થતા જાય છે. આવા બાળકો જલ્દી કોઈ સાથે ભળતા નથી અને પોતાની દુનિયામાં ખોવાયેલા રહે છે.

કઈ રીતે ઘટાડશો બાળકોનો સ્ક્રીન ટાઇમ?
બાળકો સાથે માતા-પિતાએ થોડો સમય જરૂર પસાર કરવો જોઈએ. તેની સાથે રમતો રમે અને તેની સાથે વાતચીત કરવી જોઈએ.

બાળકોને ઘરની બહાર પાર્ક કે પછી બીજા મિત્રો સાથે રમવા માટે જરૂરથી મોકલો.

ઘરમાં બાળકોને ક્રિએટિવ ક્રાફ્ટ, ડ્રોઇંગ અને બીજી એક્ટિવિટીમાં સામેલ કરી દો.

રજાના દિવસે બાળકોને તેના કામ જેમ કે બેગ, શૂઝ કે બીજી વસ્તુ સાફ કરવાનું શીખવાડો.

બાળકોને તેની પસંદગીની એક્ટિવિટી જેમ કે ડાન્સ, સિંગિંગ, સ્કેટિંગ કે અન્ય વસ્તુ કરવાની છુટ આપતા જાવો.

Be the first to comment on "શું તમારું બાળક પર સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ કરે છે? તો ચેતીજાજો… નાની ઉંમરે બની શકે છે હાર્ટએટેકનો શિકાર"

Leave a comment

Your email address will not be published.


*