હાઈકોર્ટનો આદેશ: માસ્ક ન પહેરે તેને મળશે આવી સજા- પછી ભૂલથી પણ નહી ભૂલો માસ્ક

ગુજરાત રાજ્યમાં દિવસે ને દિવસે કોવિડ-19ને લઇને પરિસ્થિતિ બગડી રહી છે. તે સમયે ગુજરાત રાજ્યમાં હાલ પણ લોકો રોડ ઉપર માસ્ક વિના ફરતા હોય તેવું જોવા મળે છે. તે સમયે માસ્ક ન પહેરનારા લોકોને હાલ ફરજિયાતપણે કોમ્યુનિટિ સર્વિસ આપવી પડશે. હાઇકોર્ટ દ્વારા સરકારને જાહેરનામું બહાર પડ્યું અને માસ્ક ન પહેરનારને ફરજિયાત કોરોના સેન્ટરમાં કામ કરવા વિશે કહ્યું છે.

માસ્કનો નિયમ તોડનારને કોરોના સેન્ટરમાં ફરજીયાત કામ કરવું પડશે…
માસ્ક ન પહેરનારને 5 થી 10 દિવસ કરના સેન્ટરમાં ફરજીયાત કામ કરવું પડશે. માસ્ક ન પહેરનારા લોકોની સામે જાહેરનામું બહાર પાડવા હાઇકોર્ટ દ્વારા સરકારને આદેશ આપવામાં આવ્યો છે. તેમાં માસ્ક ન પહેરવાનાં નિયમનો ભંગ કરનારને રોજનાં 4 થી 6 કલાક સુધી સફાઇ, ભોજન, હાઉસ કિપિંગનું ફરજીયાત કામ કરવું પડશે. સરકાર મહિલા અને પુરુષની ઉંમરનાં આધારે કામગીરીનો પ્રકાર નક્કી કરે.

હાઈકોર્ટનાં નિર્ણયને સુરત શહેરમાં રહેનારા લોકોએ આવકાર્યો
ગુજરાત રાજ્યમાં માસ્ક ન પહેરનારને કોરોના સેન્ટરમાં કામ કરવા માટેનો હાઇકોર્ટે આદેશ આપ્યો છે. હાઇકોર્ટનાં આ નિર્ણયને સુરત શહેરના લોકોએ આવકાર્યો છે. માસ્ક ન પહેરનાર લોકો સામે કડક કાર્યવાહીની તરફેણ પણ કરી છે.

ગુજરત રાજ્યમાં વધતા કોવિડ-19 સંક્રમણનાં પગલે હાઇકોર્ટે માસ્ક ન પહેરનારા લોકોની સામે કડક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે. હાઇકોર્ટે ગુજરત રાજ્ય સરકારને જાહેરનામું બહાર પાડવા માટે પણ આદેશ આપ્યો છે.

હાઇકોર્ટે માસ્ક પહેર્યા વિના ફરતા તમામ લોકોની સામે લાલ આંખ કરતાં જણાવ્યું છે કે, તેઓને ફરજિયાત કોરોના સેન્ટરમાં કામ કરાવો. આવી રીતે હાઇકોર્ટે ગુજરાત રાજ્ય સરકારને જે લોકોએ માસ્ક ન પહેર્યું હોય તે લોકોને કોરોના સેન્ટરમાં ફરજીયાત કામ કરવું પડશે એવું જાહેરનામું બહાર પાડવા માટેનો આદેશ આપ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *