દિવાળી પહેલા ગુજરાતના આ શહેરમાંથી પકડાયો લાખોનો ઈંગ્લીશ દારૂ

Published on: 7:11 pm, Tue, 10 November 20

ગુજરાતમાં અવાર-નવાર દારૂની રેલમછેલ થઈ રહે છે. ત્યારે આજે ફરી એક વખત ભાવનગરમાં શીવાજી સર્કલ નવી શાકમાર્કેટ શોપીંગ સેન્ટરની પાછળ ખુલ્લી જગ્યા માંથી ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂની બોટલો મળી આવી છે. ઈંગ્લીશ દારૂની 180 નંગ બોટલ કિમત રૂપિયા 54000 સાથે કુલ 1,44,000 રૂપિયાનો મુદામાલ સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે.

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબની સુચના અને માર્ગ દર્શન હેઠળ ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના માણસોને આગામી દિવાળી તહેવાર નિમીતે ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા સારૂ સખ્ત પેટ્રોલીંગની ફરી દારૂ અને જુગાર તથા ઘરફોડ ચોરીઓ ડીટેકટ કરવા તેમજ ગુન્હામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી લેવા સૂચનો અપાયા હતા.

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર સીટી વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતી. તે દરમ્યાન ઘોઘા સર્કલ પાસે આવતા હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલા ને બાતમીરાહે હકિકત મળેલ કે હરપાલ સિંહ ઉર્ફે હરુ મહીપતસિંહ ગોહીલ રહે.શીવાજી સર્કલ ભાવનગર વાળો શીવાજી સર્કલ નવી શાકમાર્કેટ શોપીંગ સેન્ટરની પાછળ ભારતીય બનાવટ નો દારૂનો જથ્થો ઉતારે છે. અને તે દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાં છે.

WhatsApp Image 2020 11 10 at 4.21.53 PM » Trishul News Gujarati Breaking News

તેહકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન ભારતીય બનાવટનો MCDOWELLS NO.1 SOPERIOR WHISY ORIGINAL 750 ML તથા ROYAL CHALLENGE CLASSIC PREM IUM WHISKY 750 ML ની ઈંગ્લીશ દારૂની 180 નંગ બોટલ કિમત રૂપિયા 54000 સાથે કુલ 1,44,000 રૂપિયાનો મુદામાલ સાથે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. તેના વિરૂધ્ધ્માં ઘોઘારોડ પોલીસ સ્ટેશનમાં પ્રોહી કલમ-૬૫એઇ.૧૧૬(બી),૯૮(ર) મુજબનો ગુન્હો નોઘાયેલ છે.

આ કામગરીમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસઇન્સ. શ્રી.વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ માણસો હેડ કોન્સ. જીતેન્દ્રસિંહ ઝાલા તથા અનિરૂધ્ધસિંહ ગોહિલ તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ તથા મહિપાલસિંહ ગોહિલ તથા હરગોવિંદભાઇ બારૈયા તથા ડ્રા.પો.કોન્સ. ચિરંતનભાઇ રાવલ વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle