આ દુનિયા પર એવો કોઈ વ્યક્તિ નહી હોય કે, જેણે વિમાન ન જોયું હોય પરંતુ શું તમે ક્યારેય પણ વિચાર કર્યો છે કે, વિમાનનો રંગ હંમેશાં સફેદ જ શાં માટે હોય છે. તમે કદાચ ધ્યાન પણ નહી આપ્યું હોય પરંતુ આની પાછળ કેટલાંક કારણો રહેલાં છે, જે તમે કદાચ જાણતા પણ નહી હોવ.
આ પોસ્ટમાં તમને તે જ કારણો વિશે જણાવવા માટે જઈ રહ્યાં છીએ. વિમાનના રંગને સફેદ હોવાં પાછળ કેટલાંક વૈજ્ઞાનિક તથા આર્થિક કારણો રહેલાં છે. પ્રથમ તો સફેદ રંગ હોવાં પાછળ રહેલ વૈજ્ઞાનિકો કારણો વિશે જાણીએ.
સફેદ રંગ વિમાનને ગરમીથી બચાવે છે :
વિમાનનો રંગ સફેદ રાખવાનું મુખ્ય કારણ ગરમીથી રક્ષણ મેળવવાનું રહેલું છે. વિમાન રનવેથી આકાશ સુધી તડકામાં રહે છે. સૂર્યનાં કિરણો સીધા તેના પર પડે છે, સૂર્યનાં કિરણમાં ઇન્ફ્રારેડ રેન્જ રહેલું હોય છે કે, જે ભયંકર ગરમી પેદા કરે છે. આવી પરિસ્થિતિમાં સફેદ રંગ વિમાનને ગરમ થતું અટકાવે છે. સફેદ રંગ એક ખુબ સારો પ્રતિબિંબીત છે. તે સૂર્યનાં કિરણોને 99% સુધી પ્રતિબિંબિત કરે છે કે, જે વિમાનને ગરમ કરતું નથી.
સફેદ રંગમાં ડેન્ટ આસાનીથી દેખાય આવે છે :
સફેદ વિમાન પર કોઈપણ પ્રકારની ડેન્ટ અથવા તો ક્રેક આસાનીથી જોઇ શકાય છે પરંતુ જો સફેદની જગ્યાએ વિમાનનો કોઈ અન્ય રંગ હોય તો તે આસાનીથી દેખાઈ આવતું નથી. આવી પરિસ્થિતિમાં સફેદ રંગ પણ વિમાનના નિરીક્ષણમાં ખુબ મદદરૂપ થાય છે.
સફેદ રંગની દૃશ્યતા :
સફેદ રંગની દૃશ્યતા બીજાં રંગો કરતા વધુ છે. સફેદ વિમાન આકાશમાં આસાનીથી દેખાઈ આવે છે. જેથી અકસ્માતથી પણ બચી શકાય છે.
સફેદ રંગનું વજન :
સફેદ રંગ બીજાં રંગો કરતા વજન ખુબ ઓછો હોય છે. તેથી જ્યારે વિમાનનો રંગ સફેદ કરવામાં આવે છે, ત્યારે વિમાનનું વજન ખૂબ ઓછું થાય છે. બીજાં કોઈપણ રંગનો ઉપયોગ કરતી વખતે વિમાનનું વજન વધી શકે છે.
આર્થિક કારણો :
નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, સફેદ વિમાનની રિસેલ મૂલ્ય વધારે હોય છે. આની સિવાય હંમેશાં તડકામાં રહેવાને લીધે જો કોઈ બીજો રંગ હોય તો તેના બગાડવાનું જોખમ વધુ રહે છે, પરંતુ સફેદ રંગ ઝડપથી બગડતો નથી. આની માટે પ્લેનને ફરીથી પેઇન્ટ કરવાની જરૂર રહેતી નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle