અંતરીક્ષ ક્ષેત્રમાં અગત્યનું યોગદાન આપનાર વિક્રમ સારાભાઇના મોતનું રહસ્ય 50-50 વર્ષ બાદ પણ છે અકબંધ 

હાલમાં ભારત દેશ અંતરિક્ષમાં જે મુકામ પર પહોંચ્યો છે, આની પાછળ સૌથી મહત્વનું યોગદાન વિક્રમ સારાભાઇનું હતું પણ તેમના મોત અંગે આજે પણ રહસ્ય છે. તેના કારણ અંગે આજદિન સુધી કોઇને જાણ થઈ શકી નથી. વિક્રમ સારાભાઇના મોતનાં રહસ્યનું આજદિન સુધી દેશના રહસ્યમય મોતમાં ગણતરી થાય છે. વર્ષ 2019નું વર્ષ મહાન ભારતીય વૈજ્ઞાનિકના જન્મ શતાબ્દી વર્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે.

વિક્રમ સારાભાઇનાં જીવનનું લવ ટ્રાંયગલ :
વિક્રમ સારાભાઈએ ભારત દેશને સમગ્ર વિશ્વમાં અંતરિક્ષ અનુસંધાનના ક્ષેત્રમાં જગ્યા અપાવી હતી. જો કે, તેમણે વસ્ત્ર, મેનેજમેન્ટ, આણવિક ઉર્જા, ઇલેક્ટ્રોનિક્સ તથા અન્ય કેટલાંક ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ કર્યો કર્યાં હતાં. એવું કહી શકાય કે, તેઓ પોતાનામાં જ એક વિરાટ સંસ્થા હતા, જેમની અંદર વિઝનરી સાયન્ટીસ્ટની સાથે દૂરદર્શી ઉદ્યોગપતિ, શિક્ષણવિદ તથા કળા પારખુ જેવા તબક્કાઓનો સમાવેશ થાય છે. જે તેમના સંપર્કમાં આવે તેમનાથી પ્રભાવિત થયા વગર રહી જ ના શકે.

કોવલમમાં આવેલ રિસોર્ટ્સમાં રોકાયા હતા : 
વિક્રમ સારાભાઈ એક કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેરળમાં આવેલ કોવલમમાં ગયા હતા. ત્યાં તેમણે દિવસ દરમ્યાન એક રૂસી રોકેટનું પરીક્ષણ જોયું હતું. ત્યારપછી થુંબા રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. જો કે, તેઓ ઘણીવાર કોવલમ જતા હતા. આ તેમનો ફેવરિટ દરિયાકિનારો હતો. અહીં તેઓ એક ખાસ રિસોર્ટ્સમાં રોકાતા હતા. વિક્રમ સારાભાઇ જ્યારે રાત્રે રિસોર્ટ્સમાં પોતાના રૂમમાં સૂવા માટે ગયા ત્યારે તેઓની તબિયત એકદમ સ્વસ્થ હતી પણ સવારમાં એમનું મોત થઈ ગયું હતું.

સવાર પડતાં રૂમમાં મૃત જોવા મળ્યા :
31 ડિસેમ્બર વર્ષ 1971ની રાત્રે કોવલમમાં આવેલ રિસોર્ટ્સમાં રોકાયા ત્યાં સુધી તબિયત સ્વસ્થ હતી પણ સવારમાં અચાનક જ રૂમમાં મૃત જોવા મળ્યા હતાં. અવસાન થયું હોવાંનું કોઇ ખાસ કારણ સામે આવી શકયું ન હતું. તેમના પર પુસ્તક વિક્રમ સારાભાઇ-એ લાઇફની લેખિકા અમૃતા શાહને તેમની દીકરી મલ્લિકા જણાવતાં કહે છે કે, પપ્પાની કોઇ એવી વાત જ ન હતી કે, જેને તેમના અવસાનનું કારણ દર્શાવી શકાય. તેમના મેડિકલ રિપોર્ટ્સ પ્રમાણે એમનું હૃદય વ્યવસ્થિત રીતે કામ કરી રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *