રાજ્ય સરકારે લીધો અતિ મહત્વનો નિર્ણય: આ તારીખથી ખુલવા માટે જઈ રહી છે શાળા-કોલેજો

કોરોના મહામારીને કારણે છેલ્લા લાંબા સમયથી શાળા-કોલેજ બંધ છે ત્યારે હાલમાં શાળા-કોલેજને ખોલવા પર હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. રાજધાની દિલ્હી સહિત કેટલાંક રાજ્યોમાં કોરોના વાયરસના વધતા જતાં સંક્રમણને ધ્યાનમાં લઈ હાલમાં થોડા સમય માટે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આની સિવાય કેટલાંક રાજ્યોમાં શાળા ખોલી દેવામાં આવી હતી પણ વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ફેલાતા તેને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એવા પણ કેટલાંક રાજ્યો છે કે, જેમણે ફરીથી શાળાઓને ખોલવાની મંજુરી આપી દીધી છે.

આસામમાં 1 જાન્યુઆરી વર્ષ 2021 થી શાળાઓ ખોલવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે, જ્યારે દિલ્હી સરકાર દ્વારા જ્યાં સુધી કોરોના વેક્સીન ન આવે ત્યાં સુધી શાળાઓ બંધ રહેશે તેવું જણાવવામાં આવ્યું છે. આસામના સ્વાસ્થ્ય મંત્રી હિંમત બિસ્વા સરમાએ જાહેરાત કરી હતી કે, પૂર્વોતર રાજ્યની પ્રાથમિક શાળાઓ 1 જાન્યુઆરી વર્ષ 2021થી ફરીથી શરૂ કરી દેવામાં આવશે.

શાળાને ફરીથી ખોલવા સંબંધિત SOP ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ મહિનાની શરૂઆતમાં સ્વાસ્થ્ય મંત્રીએ રાજ્યના શિક્ષણ વિભાગને ધોરણ 6 તેમજ તેનાથી આગળના ધોરણના વિદ્યાર્થીઓને શાળામાં હાજર રહેવા માટેની મંજુરી આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

બાળકોને શાળામાં મોકલવા માટે માતા-પિતાની મંજુરી ખુબ જરૂરી છે. આની સિવાય શાળાઓને કડકપણે કોરોનાના પ્રોટોકલનું પાલન કરવું પડશે. બીજી બાજુ દિલ્હીમાં સતત વધી રહેલ કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ જણાવ્યું  હતું કે, જ્યાં સુધી કોરોના વેક્સીન આવે નહીં, ત્યાં સુધી શાળાઓ ખોલવામાં આવશે નહીં.

આ સમયે શાળાની શરૂઆત કરવી જાણી જોઈને બાળકોને કોરોનાના સંક્રમણ તરફ મોકલવા જેવું ગણાશે.   ધોરણ 1 થી લઈને ધોરણ 8માં સુધીની શાળાઓમાં 31 ડિસેમ્બર સુધીની રજાઓ જાહેર કરવામાં આવી છે. એવા સમયમાં ધોરણ 9 થી ધોરણ 12 સુધીની શાળાઓ આંશિક રીતે ખુલ્લી રહેશે.

બાળકોએ શાળામાં જઈને શિક્ષકનું માર્ગદર્શન લેવું હોય તો તેમના માતા-પિતાનાં સંમતિ પત્રની જરૂર પડશે. આની સાથે જમ્મુ-કાશ્મીરમાં પણ રવિવારે સરકાર કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરી હતી. જેના પરિણામરૂપે 31 ડિસેમ્બર સુધી બધી શાળા-કોલેજોને બંધ રાખવાંનો આદેશ આપવામાં આવ્યો છે. આની સિવાય કેટલાંક રાજ્યોએ પણ વર્ષના અંત સુધીમાં શાળા ખોલવાનો કોઈ ઈરાદો ન હોવાનું જાહેર કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *