અમેરિકામાં વધી રહી છે ભારતમાં બનેલી વસ્તુઓની માંગ, નિકાસમાં આવ્યો ભારે ઉછાળો

ભારત અને અમેરિકાના સંબંધો દિવસેને દિવસે મજબૂત થઈ રહ્યા છે. બંને દેશ એકબીજા સાથે મળીને બિઝનેસથી લઈને તમામ રસ્તાઓ પર સાથે ચાલી રહ્યા છે. છેલ્લા…

ભારત અને અમેરિકાના સંબંધો દિવસેને દિવસે મજબૂત થઈ રહ્યા છે. બંને દેશ એકબીજા સાથે મળીને બિઝનેસથી લઈને તમામ રસ્તાઓ પર સાથે ચાલી રહ્યા છે. છેલ્લા ચાર મહિનાથી ભારતમાંથી અમેરિકા ખાતે થતી નિકાસમાં સતત વધારો થઇ રહ્યો છે. જે જોતા એમ કહી શકાય કે, અમેરિકામાં ભારતીય વસ્તુઓની માંગમાં વધારો થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ ગયા ડિસેમ્બર મહિના દરમિયાન ગયાં વર્ષની તુલનાએ નિકાસમાં 14.2 ટકાની વૃધ્ધિ જોવા મળી હતી.

જોકે મહામારીના પગલે ગયાં વર્ષે એપ્રિલથી ઓગસ્ટ સુધી અમેરિકા ખાતે થયેલી નિકાસમાં ઘટાડો નોંધાયો હતો. આ પ્રતિકૂળતાના કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળા દરમિયાન ગયાં વર્ષના સમાન સમયની તુલનાએ અમેરિકા ખાતે થતી નિકાસમાં 11.3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

આ સમયગાળા દરમિયાન અમેરિકાથી થતી આયાતમાં પણ 20.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. સૂચિત સમયગાળા દરમિયાન ભારતે અમેરિકા ખાતે 51.19 અબજ ડોલરની નિકાસ કરી હતી. જ્યારે 27.39 અબજ ડોલર મુલ્યની આયાત કરી હતી.

ગયાં ડિસેમ્બર માસ દરમિયાન ભારતે અમરિકા ખાતે 4.89 અબજ ડોલર મુલ્યની નિકાસ કરી હતી. જે ડિસેમ્બર 2019 દરમિયાન 4.28 અબજ ડોલરની હતી. જ્યારે ગયાં ડિસેમ્બર મહિનામાં આયાત મુલ્ય 2.78 અબજ ડોલર રહ્યું હતું. જે ડિસેમ્બર’19ની તુલનાએ 7.4 ટકા ઓછું હતું. અમેરિકા સાથેના વેપારમાં ભારત સરપ્લસ સ્થિતિમાં છે. એટલે કે, અમેરિકાથી થતી આયાતની સરખામણીએ ત્યાં નિકાસ વધુ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *