અહિયાં મળ્યું લાખો રૂપિયાથી ભરેલું બેગ, પછી તો…

ગોવામાં લાખો રૂપિયાથી ભરેલું બેગ મળી આવ્યુ હતું. અને સીઆઈએસએફ જવાને તેના સાચા માલિકને પરત પહોચાડ્યું હતું. ગોવાના આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર સેવા બજાવી રહેલા સીઆઈએસએફના જવાને લાખો રૂપિયાથી ભરેલા બેગને તેના માલિક પાસે પરત પહોચાડ્યું હતું.

આ મુસાફર મુંબઈથી આવ્યા હતા અને તે પોતાની બેગ ત્યાંજ ભૂલી ગયા હતા. કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળે ટ્વીટ કરીને કેસ વિશેની માહિતી શેર કરી હતી. સીઆઈએસએફના જણાવ્યા અનુસાર સબ-ઇન્સ્પેક્ટર દયાનંદે શુક્રવારે બપોરે પહેલીવાર અજાણી બેગ જોઇ હતી. મુંબઈનો આ વ્યક્તિ ગોવા આવ્યા બાદ પોતાની બેગ ગોવાના એરપોર્ટ પર જ ભૂલી ગયો હતો.

સઆઈ દયાનંદે તરત બોમ્બ સ્ક્વોડને જાણ કરી હતી. ત્યાર બાદ બેગની તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે, તે નોટોથી ભરેલી છે. આ પછી, બેગના માલિકને સીસીટીવીની મદદથી શોધવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમનો સંપર્ક કર્યો હતો અને તેને બેગ પરત કરી હતી.

લોકો ગોવા એરપોર્ટ સિક્યુરિટીમાં પોસ્ટ કરેલા આ સીઆઈએસએફ જવાનની પ્રામાણિકતાની પ્રશંસા કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *