સાત પન્નાની સુસાઇડ નોટ લખીને આ કોરોના વોરિયર્સએ કરી લીધો આપઘાત- નોટમાં જે લખ્યું હતું એ વાંચી…

દેશમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે અને આ વધી રહેલા સંક્રમણને કારણે કેટલાય દર્દીઓના મોત થઈ ચુક્યા છે તો કેટલાય દર્દીઓ હોસ્પીટલમાં સારવાર હેઠળ છે ત્યારે કોરોના વોરીયસ ગણાતા એક ડોકટરે આપઘાત કરીને પોતાનું જીવન ટુકાવ્યું છે, તો ચાલો જાણીએ વિસ્તૃતમાં સમગ્ર ઘટના વિશે…

આ કોરોના કાળમાં ઘણા ડોકટરો કોરોના વોરીયસ બનીને કોરોના સામે જંગ લડી રહ્યા છે. ત્યારે એક ડોકટરે આપઘાત કરી લીધો હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે દેશની રાજધાની ગણાતી દિલ્લીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર કરી રહેલા મેક્સ હોસ્પીટલના ડોક્ટર વિવેક રાયે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટુકાવ્યું હતું. જયારે પોલીસને 33 વર્ષીય ડોકટરનો મૃતદેહ માલવીય નગરમાં આવેલ તેમના ઘરેથી મળ્યો હતો.

દિલ્લી પોલીસના કહેવા અનુસાર આ ઘટના 30 એપ્રિલના રોજ રાત્રે 11:16 વાગ્યાની આસપાસ ઘટી હતી. ત્યારે પડોશમાં રહેતી એક મહિલાએ પોલીસને ફોન કરતા જણાવ્યું કે તેમની મિત્રના પતિ ઘરનો દરવાજો ખોલતા નથી. પોલીસ ઘટનાસ્થળે પહોચી અને તેમને જોયું તો ડોક્ટર વિવેક રાયનો મૃતદેહ પંખા સાથે લટકેલો જોવા મળ્યો. ત્યાર પછી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો અને પોસ્ટમોર્ટમ કર્યા બાદ મૃતદેહ પરિવારજનોને સોંપી દીધો.

પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા સાત પાનાની સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. આ સ્યૂસાઈડમાં ડોકટરે શરૂઆતમાં લખ્યું હતું કે ‘સિમ્મી અને મમ્મી તમને બંનેનો મારો પ્રેમ…સિમ્મી હું તારા લગ્નમાં નહીં રહું. પરંતુ તમારા જીવનમાં રહીશ. મારી પત્નીને હવે કશું કહેશો નહીં. તે નથી જાણતી કે તેણે શું ગુમાવ્યું છે. સ્યૂસાઈડ કરવું સરળ નથી અનેકવાર કોશિશ કરી.’

વિવેકે તેમના પિતા અજયકુમાર માટે લખ્યું હતું કે મેં કેટલાક વિડીયો પણ રેકોર્ડ ક્યાં છે જે મારા મોબાઈલમાં છે તમે જોઈ લેજો. આઈ લવ યુ પપ્પા. હું આ દેહ છોડીને જઈ રહ્યો છું. મને માફ કરજો. કોકિલાને માફ કરી દેજો પ્લિઝ.

વિવેક રાયે તેમની પત્નીને સંબોધિત કરતા લખ્યું કે કદાચ હું તારા માટે યોગ્ય નહતો, પરંતુ એક મધ્યમ ક્લાસ પરિવારમાંથી હોવા છતાં મેં મારી રીતે પૂરેપૂરી કોશિશ કરી, તારી દરેક જરૂરિયાતને મેં પૂરી કરી, કદાચ તારી નજરમાં હું સારો પતિ ન રહ્યો, તરી કોઈ ભૂલ નથી, કદાચ હું જ નબળો છું, હસતા હસતા મરી જઈશું, તમે જુદા થવા ઈચ્છો છો, હું જઈ રહ્યો છું, હવે ખુશ રહેજે મારી જાન, હું ખોટો નહતો, ‘love u all by forever’.

આ સમગ્ર ઘટનામાં પોલીસે ઘરની તપાસ કરતા પોલીસને એક સ્યૂસાઈડ નોટ મળી જે વિવેકે લખેલી હતી. આ સ્યૂસાઈડ નોટમાં પોતાના મોત માટે કોઈને જવાબદાર ગણાવ્યા નથી. તેમને સ્યૂસાઈડ નોટમાં પરિવાર અને મિત્રોને સુરક્ષિત રહેવાની કામના કરી છે. પરંતુ હજુ સુધી આ આપઘાતને લાગતું કોઈ યોગ્ય કારણ સામે આવ્યું નથી. પોલીસે આપઘાતનો કેસ દાખલ કરીને તપાસ વધુ તેજ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *