અહિયાં મળી આવી હવામાં ઉડતી માછલી, જાણી તમને પણ આંખે અંધારા આવી જશે

અંધમાન અને બંગાળની નિકોબાર ખાડીના દરિયાકાંઠા આજુબાજુ ફ્લાઇંગ ફિશ જોવા મળી આવી હતી. આ માછલી શિકાર ન થાય તે માટે ઉડી જાય છે અને પછી તે સમુદ્રમાં પાછી આવે છે. નિષ્ણાંતો કહે છે કે, આ માછલીઓ ફક્ત કેટલાક મીટર ઉડાન ભરવા માટે જ સક્ષમ છે.

મહારાષ્ટ્રના મુંબઇની નજીક આવેલા પાલઘરમાં ઉડતી માછલી જોઇને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. પાલઘરના વાઢવન ગામ નજીક દરિયામાં ઉડતી માછલીને એક માછીમાર દ્વારા પકડવામાં આવી. અહીંના લોકો ફ્લાઇંગ ફિશને જોવા માટે ખૂબ ઉત્સુક છે.

પાલઘરમાં આ ઉડતી માછલીને પકડનારા માછીમાર પ્રદીપ પાટિલે કહ્યું કે, ‘મેં દરિયામાં એક જાળ ફસાવી, જેમાં આ માછલી ફસાઈ ગઈ. મેં તેને જીવતી જ જોઈ હતી પણ ઘર સુધી લઇ જતા તે મરી ગઈ. આ પ્રકારની માછલી મેં પહેલાં ક્યારેય જોઈ નહોતી.

ઉડતી માછલીઓ અંગે ડો.સંજીવ જાધવ જણાવે છે કે, ઉડતી માછલી અંદમાન અને નિકોબારની આસપાસ અને બંગાળના દરિયા કાંઠે મળી આવે છે. જ્યારે કોઈ તેનો શિકાર કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે ભાગી જાય છે. પરંતુ આજે એ જાળમાં ફસાઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *