બોલીવુડની આ અભિનેત્રી કોરોના સામે લડી રહી હતી ત્યાં આવ્યો પેરાલીસીસનો હુમલો, હાલત એટલી ગંભીર કે

વર્ષ 2020એ બોલિવૂડ માટે બહુ જ ખરાબ માનવામાં આવે છે. બોલિવૂડમાં હાલ ચાલુ વર્ષ 2020માં ખબલબી મચી ગઈ છે. એક તરફ કોરોનાનાં પગલે ઉદ્યોગ બંધ છે તો બીજી બાજુ આ વર્ષે ઘણા દિગ્ગજ સ્ટાર્સને ખોયા છે. તે સમયે આજ રોજ પાછા એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

અભિનેત્રી શિખા મલ્હોત્રાને સ્ટ્રોક આવ્યા પછી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી છે. એનાં શરીરનો જમણો ભાગ આ સ્ટ્રોખથી બહુ જ પ્રભાવિત થયો છે. જેનાં લીધે તેને જુહૂની કૂપર હોસ્પિટલમાં દાખલ કરી છે. આ કોરોનાથી અભિનેત્રીનાં બહાર આવ્યાનાં ફક્ત એક માસ જેટલા સમય પછી થયું છે.

શિખા મલ્હોત્રાનાં આરોગ્ય અંગે જાણકારી આપતા શિખાનાં PR મેનેજર અશ્વિની શુક્લાએ કહ્યું છે કે, તેને ગંભીર સ્ટ્રોક આવ્યો છે. એનાં શરીરનો જમણો ભાગને બહુ જ ગંભીર ઈજા થઇ છે. એને વિલે પાર્લેની કૂપર હોસ્પિટલમાં દાખલ કરી છે.

અમુક સમય અગાઉ કોરોના સંક્રમિત થઇ હતી…
એનાં મેનેજરે વધારે કહ્યું કે, શિખા મલ્હોત્રાને 10 ડિસેમ્બરનાં રોજ રાત્રે પેરાલીસીસ સ્ટ્રોક આવ્યો હતો, એ પછી એને ટ્રિટમેન્ટ માટે હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. શિખા મલ્હોત્રા વાત પણ કરી શકતી ન હતી. શિખા મલ્હોત્રા પાસે નર્સિંગની ડિગ્રી હોવાનાં લીધે તેને લોકડાઉનમાં કોરોનાનાં ઘણા દર્દીઓને તેની ઇચ્છાથી સેવા કરી તેમજ શિખા પોતે પણ ઓક્ટોબર માસમાં કોરોના વાયરસનો શિકાર થઈ હતી. હજુ થોડા સમય પહેલા જ તે કોરોનામાંથી બહાર આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *