વિદ્યાર્થીનીએ ગળે ફાંસો ખાઇને કર્યો આપઘાત – સુસાઈડ નોટ મળતા સામે આવ્યું આત્મહત્યા કરવાં પાછળનું કારણ 

Published on: 5:59 pm, Tue, 20 October 20

દિલ્હીના ભજનપુરા વિસ્તારમાં રહેતી વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હતી. તેણે મોત નીપજતાં ઘટનાસ્થળ પર એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં તેણે ગાઝિયાબાદની એક વ્યક્તિને તેના મોતનું કારણ ગણાવ્યું છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતકની ઓળખ 23 વર્ષીય નાઝિશ તરીકે થઈ છે. તે IP યુનિવર્સિટીમાં બીએડના બીજા વર્ષના વિદ્યાર્થીની હતી. એક વ્યક્તિ સતત તેની પાછળ ચાલીને એને માનસિક ત્રાસ આપતો હતો. આથી કંટાળીને તેણે આત્મહત્યા કરી લીધી હતી. મંગળવારે તેના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું.

આ ઘટના 12 ઓક્ટોબરે બની હતી. જ્યારે નાજિશ નામના વિદ્યાર્થીએ ભજનપુરામાં તેના ઘરે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનો તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. પોલીસ ઘટનાસ્થળ પર તપાસ કરવા માટે ગઈ ત્યારે યુવતીના ઓરડામાંથી એક સ્યુસાઇડ નોટ મળી આવી હતી.

સુસાઇડ નોટમાં નાઝિશે લોનીના રહેવાસી હાજી સલમાનને મુખ્ય આરોપી ગણાવ્યો છે. જેના કારણે એણે આત્મહત્યા કરી લીધી છે. પીડિતોના પરિવારના સભ્યોએ જણાવ્યું કે, આરોપી હાજી સલમાને 9 ઓગસ્ટે નાઝિશનો પીછો કરતા તેમના ઘરે આવવાની ધમકી આપી હતી. જો કે, લોકોએ તેને ત્યાં પણ માર માર્યો હતો. આ પછી આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારબાદ યુવતીને ચિંતા થવા લાગી હતી.

હવે પોલીસ નાઝિશના પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. આ અંગે ભજનપુરા પોલીસ મથકે IPCની કલમ 306 હેઠળ આપઘાત અંગેનો ગુનો નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે, આરોપી હાજી સલમાન અને નાઝિશ ફેસબુક દ્વારા એક બીજાને ઓળખતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle