માર્ગ અકસ્માતની ઘટનાઓ અવારનવાર સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. ચિત્તોડગઢમાં આવેલ સાદલખેડામાં શનિવારની રાત્રે ભીષણ અકસ્માત સર્જાયો છે. 9:30 વાગ્યાની આજુબાજુ પૂરપાટ ઝડપે આવી રહેલ તૂફાન વાહન કન્ટેનરમાં ઘૂસી ગઈ હતી.
મળી રહેલ જાણકારી મુજબ આ અકસ્માતમાં કુલ 7 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કુલ 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. તમામ લોકોને સારવાર અર્થે પાસેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શનિવારે રતલામના તાલ વિસ્તારના રહેવાસી પરિવાર શંકરલાલના દિકરા શિવનારાયણ તથા દિકરી હવાકુંવરના લગ્ન 7 ડિસેમ્બરે થયા હતા.
આની ઉપરાંત ગામના સત્યનારાયણ માલવીયના લગ્ન 11 ડિસેમ્બરે થયા હતા. ત્રણેય દંપતિ પરિવારની સાથે શનિવારે સાંવલિયાજીના દર્શન કરવાં માટે ગયા હતા. પરત ફરતી વખતે ગાડી પર નિયંત્રણ ગુમાવી દેતા કન્ટેનરમાં ઘુસી ગઈ હતી. પરત ફરતી વખતે જીપ બેકાબૂ બનીને કન્ટેનરમાં ઘુસી ગઈ હતી.
ટક્કર એટલી જોરદાર થઈ હતી કે, કન્ટેનર જીપને રસ્તા પર કુલ 20 મીટર તેમજ ત્યારબાદ કુલ 5 ફુટ ઊંડા ખાડામાં ઘસડાઈને તેની ઉપર ચઢી ગયું હતું. જીપમાં સવાર કુલ 18 જેટલા લોકો જીપ તથા ટ્રેલરની નીચે દબાઈ ગયા હતાં. અંદાજે 2 કલાકની મહેનત પછી તેઓને બહાર કાઢવામાં આવ્યા હતાં. જેમાં કુલ 5 મૃતદેહ ખુબ જ ખરાબ રીતે દબાઈ ગયા હતા. અત્યાર સુધીમાં કુલ 7 લોકોના મોત નિપજ્યા છે.
વર્ષ પહેલાં કુલ 11 લોકોના ગુજરાતમાં થયા હતા મોત :
વર્ષ પહેલાં નીમસાબદી ગામના કુલ 11 લોકોના મોત ગુજરાતમાં આવેલ ભુજમાં થયેલ એક અકસ્માતમાં થયા હતા. દૂર્ઘટના સમયે આ તમામ લોકો ઓટો રિક્ષામાં બેસીને આશાપુરા માતાજીના દર્શન કરીને પાછાં ફરી રહ્યાં હતા. હવે એક વર્ષ પછી ફરી તાલ તાલુકાના ગામના આક્યાકલાંના એક જ પરિવારના આટલા લોકોના મોત થવાંથી સ્થાનિક લોકો સ્તબ્ધ છે.
Pained by the loss of lives due to an accident at Nikumbh, Chittorgarh. In this sad hour, my thoughts are with the bereaved families. I wish the injured a speedy recovery: PM @narendramodi
— PMO India (@PMOIndia) December 12, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle