માર્ગ અકસ્માતની ઘટનાઓ સોશિયલ મીડિયા પર અવારનવાર સામે આવતી હોય છે. જેને કારણે અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. સતત વધતાં જઈ રહેલ માર્ગ અકસ્માતની ઘટનાને સરકાર દ્વારા ધ્યાનમાં લેવામાં આવતી નથી.
હાલમાં એક સમાચાર સામે આવી રહ્યાં છે. આ સમાચાર ગુજરાતમાં આવેલ અમદાવાદ શહેરમાંથી સામે આવી રહ્યાં છે. અમદાવાદ શહેરમાં આવેલ જૂના વાડજ વિસ્તારની નરસિંગ સોસાયટી નજીક આજે સવારમાં જ એક ભેખડ ધસી પડી હતી. ભેખડ ધસી પડતાં એક વ્યક્તિ નીચે દબાઈ ગઈ હતી.
ફાયરબ્રિગેડની ટીમને જાણ થતાંની સાથે જ 2 ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ છે. દટાયેલી વ્યક્તિને બહાર કાઢીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલમાં ફરજ બજાવી રહેલ ડોકટર દ્વારા વ્યક્તિને મૃત જાહેર કરી દેવામાં આવી છે. અન્ય કોઈ વ્યક્તિ અંદર છે કે, નહીં એની ફાયરબ્રિગેડ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
આ ઘટના અંગે કોન્ટ્રેક્ટ ધ્રુવલભાઈ માલાણી કહે છે કે, તેમણે આવી ભેખડ ધસી પડવાની કોઈ જ ઘટના બની નથી. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, કામમાં છીએ ત્યારપછી વાત કરીશું એમ જણાવ્યું હતું. પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં એક જ વ્યક્તિ અંદર કામ કરી રહી હતી.
આ દરમિયાન માટી તેના પર પડી હતી. મજૂર લગભગ 10 ફૂટ જેટલો અંદર દટાઈ ગયો હતો. મજૂરને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ફાયરબ્રિગેડની જ મદદ લેવી પડી હતી. જેને લીધે એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે એવું જાણવા મળી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle