નકલી પોલીસ બની આ અમદાવાદી કરી રહ્યો હતો તોડપાણી- ભાંડો ફૂટતા થયા ખરાખરીના ખેલ

હાલ શહેરમાં એક તરફ કોરોનાની મહામારી છે અને ત્યાં બીજી તરફ પોલીસ પણ સતત પેટ્રોલિંગ કરી રહી છે. આ દરમિયાન નકલી પોલીસે આ વાતાવરણ વચ્ચે પણ રૂપિયા કમાવવાનું ન છોડ્યું હોવાની એક ઘટના સામે આવી છે. શહેરના કાગડાપીઠ વિસ્તારમાં એક શખ્સ લોકોને રોકી ડોક્યુમેન્ટ માંગી પૈસા પડાવતો ઝડપાઈ ગયો હતો.

આ શખ્સ જ્યારે લોકો પાસે ડોક્યુમેન્ટ માંગતો ત્યારે લોકોને શંકા ગઈ હતી કે તે પોલીસ કર્મચારી નથી. જેથી લોકોએ તેની પાસે આઇકાર્ડ માગ્યું હતું અને આખરે તેનો ભાંડો ફૂટતાં કાગડાપીઠ પોલીસ દ્વારા ત્યાં પહોચીને એક શખ્સની સામે ગુનો નોંધી તેની અટકાયત કરવામાં આવી હતી.

શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઇ હિતેન્દ્ર સિંહ તેમના સ્ટાફ સાથે પોલીસ વિસ્તારમાં હતા. ત્યારે તેઓને કંટ્રોલ રૂમ તરફથી એક મેસેજ મળ્યો હતો કે, ગૌતમ નગર ચાર રસ્તા બેરામપુરા કન્યા શાળા પાસેથી એક વ્યક્તિએ નકલી પોલીસ બાબતે ફોન કર્યો છે અને બધાએ ભેગા મળી આ નકલી પોલીસ બનીને આવેલા શખ્સને પકડી રાખ્યો છે.

આ દરમિયાન ત્યાં હાજર એક વ્યક્તિની કુરિયરની રીક્ષા ઉભી રખાવી અને રિક્ષામાં ભરેલા માલ સામાનના બીલો આ શખ્સે માંગ્યા હતા. ત્યારે હાજર વ્યક્તિએ આ શખ્સ પાસેથી પોલીસનું આઇકાર્ડ માંગ્યું હતું અને તેના લક્ષણો નકલી પોલીસ જેવા હોવાથી કંટ્રોલરૂમમાં લોકોએ ફોન કર્યો હતો અને આ વ્યક્તિને પકડી રાખ્યો હતો. ત્યારે વાદળી કલરની પોલીસના સિમ્બોલ વાળી કેપ પહેરી વિજય મકવાણા મળી આવતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી તેની સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *