સુરત શહેરની સ્મીમેર હૉસ્પિટલમાં બાળકને એની જ માતા NICU વોર્ડમાંથી બહાર લઈ જઈને ગેટ પર મૂકી આવી હતી. જે પછી બાળક વોર્ડમાં ન હોવા અંગેની જાણ થતા સ્મીમેર તંત્રએ CCTV ચેક કર્યા તો બાળકની માતા જ તેને લઈ જઇ ગેટ પર જ મૂકતા દેખાઇ હતી. એમાં 32 દિવસની સારવારમાં બાળકનું ગઇકાલનાં રોજ મૃત્યુ થયું છે. ઉલ્લેખનીય વાત એ છે કે, બાળકની માતા માનસિક બીમારીથી પીડાતી હતી.
આ વિશે મળેલ મળતી માહિતી મુજબ, અમરોલી છાપરાભાઠા વિસ્તારમાં રહેતી મહિલાને ગઈ તારીખ 12મી નવેમ્બરનાં દિવસે પ્રસુતિપીડા થતા સ્મીમેર હૉસ્પિટલમાં દાખલ કરી હતી. મહિલાએ એક બાળકને જન્મ આપ્યો હતો. જો કે, મહિલા માનસિક બીમારીથી પીડાતી હોય તેમજ બાળકનાં જન્મનાં બીજા જ દિવસે તેને ફરીથી માનસીક બીમારીનો સ્ટ્રોક આવી જતા જાતે જ બાળકને વોર્ડનાં ગેટ પાસે ફેંકી આવી હતી. જેનાં એક કલાક પછી ફરી મહિલા ભાનમાં આવતા એનાં પતિ તેમજ ડોકટરને બાળક વિશે પૂછતા તેઓ ચોંકી ગયા.
જે પછી તે મહિલાને ગોળગોળ વાતો કરતા ડોકટરને ખ્યાલ આવ્યો કે, તે માનસિક બીમારીથી પીડાઇ છે. તેથી તેને માનસિક વો઼ર્ડમાં દાખલ કર્યા પછી એનાં પતિને સાથે રાખી બાળકની શોધખોળ ચાલુ કરી હતી. કલાકની શોધખોળ પછી બાળક સહીસલામત મળ્યું હતું. બાળકનું વજન ઓછુ હોવાની સાથે જ શ્વાસની સમસ્યા હોવાનાં લીધે તેને NICU વોર્ડમાં દાખલ કર્યું હતું.
ત્યાં 32 દિવસની સારવારમાં ગઈકાલનાં રોજ બપોરે બાળકનું મૃત્યુ થયું હતું. જો કે આ બાળકનું મૃત્યુ થતા હોસ્પિટલ તંત્ર દ્વારા આ મામલે ફરિયાદ કરવામાં આવતા પોલીસે આ મામલે ગુનો નોંધી વધારે તપાસ ચાલુ કરી છે. જોકે, આ બનાવ પગલે સગી માતા તેનાં બાળક સાથે કરેલ કૃત્ય લઇને અત્યારે ભારે ચર્ચા ઊભી થઇ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle