ગુજરાત: નરભક્ષી દીપડાથી આઠ વર્ષના બાળકને બચાવવા માતાએ જે કર્યું એ જાણી આંખો પહોળી થઇ જશે

સોશિયલ મીડિયામાં અવારનવાર કેટલીક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના ગુજરાતમાં આવેલ ગીર-સોમનાથ જીલ્લામાંથી સામે આવી રહી છે. ગીર-સોમનાથ…

સોશિયલ મીડિયામાં અવારનવાર કેટલીક ઘટનાઓ સામે આવતી રહેતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના ગુજરાતમાં આવેલ ગીર-સોમનાથ જીલ્લામાંથી સામે આવી રહી છે. ગીર-સોમનાથ જીલ્લામાં આવેલ સૂત્રાપાડા તાલુકાના બરુલા ગામમાં વાડી વિસ્‍તારમાં પોતાના ખેતરે ગઇકાલે મોડી સાંજે 8 વર્ષનાં પુત્ર તેના પિતાને ચા આપવા ગયો ત્‍યારે એક દીપડાએ હુમલો કરીને ગંભીર ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્‍ત બાળકને પાસેની હોસ્‍પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જયાં તેની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દીકરાને બચાવવા માટે માતાએ દોટ મૂકી:
સૂત્રાપાડાના બરુલા ગામમાં વાડી વિસ્‍તારમાં આવેલ ખેતરમાં મનુભાઇ વાઢેર કામ કરી રહ્યાં હતા. ગઇકાલે સાંજનાં 5 વાગ્‍યાની આસપાસ પત્‍ની મંજુબેન તેના 8 વર્ષીય પુત્ર આર્યનને લઇ ખેતરમાં ચા આપવા માટે ગયા ત્‍યારે ખેતરમાં મંજુબેન જુવારના ક્યારામાં પાણી ભરાયું છે કે નહીં એ જોવા માટે ગયાં હતાં.

આ સમયે ખેતરમાં રમી રહેલ આર્યનને પાછળથી આવેલ દીપડાએ મોઢેથી પકડતાં જ બાળક બુમાબુમ કરતાં માતા મંજુબેને પુત્રને બચાવવા માટે દોટ મુકીને દીપડા પર ત્‍યાં પડેલાં માટી-ધૂળનાં ઢેફાં ફેંક્યાં હતાં, જેને કારણે દીપડો બાળક આર્યનને ત્‍યાં મૂકી ભાગી ગયો હતો.

દીપડાએ હુમલો કરતાં ગંભીર ઇજા પહોંચી :
દીપડાએ મોઢેથી પકડ્યો હોવાને કારણે આર્યનને શરીરના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચી હોવાથી એમ્બ્યુલન્સને  જાણ કરી તાત્‍કાલિક પાસેની સૂત્રાપાડા હોસ્પિટલમાં લઈ જઈને સારવાર આપવામાં આવી હતી. આ ઘટનાની વન વિભાગને જાણ કરતાં અધિકારીઓએ સ્‍ટાફ સાથે દોડી આવી તપાસ હાથ ધરવામાં આવી હતી. દીપડાને પકડી પાડવા માટે એ વિસ્‍તારમાં પાંજરાં મૂકવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *