પ્રેસ કોન્ફરન્સમાં રિપોર્ટરે પૂછ્યું કે, ‘ડોકટરો હડતાળ પર છે?’ તો CM રુપાણીએ આપ્યો એવો જવાબ કે…

હાલમાં સોશિયલ મીડિયા પર ગુજરાતનાં CM વિજય રુપાણીનો વિડીયો ખુબ વાયરલ થઈ રહ્યો છે જેને લઈ સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્યમાં MBBS ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતર્યા છે. જેને લીધે તમામ દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

જો કે, આજરોજ CM વિજય રુપાણીની પત્રકાર પરિષદમાં ઇન્ટર્ન ડોકટરોની હડતાળ મુદ્દે પ્રશ્ન પુછવામાં આવ્યો ત્યારે એમણે ઉત્તર આપવાનું ટાળ્યું હતું. આ અંગે નીતિનભાઇને પૂછો….તેમ કહીને જવાબ આપ્યો ન હતો. હાલમાં સમગ્ર રાજ્યમાં ઇન્ટર્ન ડોકટરોની હડતાળ ચાલી રહી છે.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણીએ ઇન્ટર્ન તબીબોની હડતાળ મુદ્દે જવાબ આપવાનું ટાળ્યું હતું. મુખ્યમંત્રી વિજય રુપાણીએ ઇન્ટર્ન ડોકટરોના સ્ટાઇપેન્ડ મુદ્દે નીતિન પટેલને પૂછવા માટે જણાવ્યું હતું. ઇન્ટર્ન તબીબોનો હડતાળનો આજે ત્રીજો દિવસ છે. સ્ટાઇપેન્ડ વધારાની માંગણીની સાથે ઇન્ટર્ન તબીબ અડગ રહ્યાં છે ત્યારે ઇન્ટર્ન તબીબો બ્લડ ડોનેટ કરી વિરોધ કરશે.

આની પહેલાં પણ રાજ્ય સરકારે ઇન્ટર્ન તબીબોની માંગ ફગાવી દીધી હતી. રાજ્યના DYCM તેમજ આરોગ્ય મંત્રાલયનું સંચાલન કરનાર નીતિન પટેલે હડતાળી ડોકટરોને જણાવ્યું હતું કે, હડતાળ સમેટી લો નહીં તો ગેરહાજરી ગણવામાં આવશે. ગુજરાતના MBBS ઇન્ટર્ન ડોકટરોએ કહ્યું હતું કે, અન્ય રાજ્યો કરતા ગુજરાતમાં સ્ટાઇપેન્ડ ખુબ ઓછું હોવાનો આરોપ મુકવામાં આવ્યો હતો.

જેને લઇ નીતિન પટેલે હતું હતું કે, હાલમાં કુલ 12,500 રૂપિયા સ્ટાઇપેન્ડ ગુજરાત સરકાર આપી રહી છે. ગુજરાતમાં ઈન્ટર્ન તબીબોએ 14 ડિસેમ્બરની સવારના 8 વાગ્યાથી અચોક્કસ મુદ્તની હડતાળ પર ઊતરીને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કર્યું હતું.

વડોદરામાં સતત ત્રીજા દિવસે ઇન્ટર્ન તબીબોની હડતાળ :
વડોદરામાં સતત ત્રીજા દિવસે ગોત્રી તેમજ સયાજી હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબોના દેખાવો યથાવત રહ્યાં છે. સરકારની પાસે સ્ટાઇપેન્ડ વધારવાની તબીબો દ્વારા માંગ કરવામાં આવી છે. સરકાર માંગ ન સ્વીકારે તો આંદોલન વધારે ઉગ્ર બનશે. જો કે, હવે જુનિયર ડોકટર એસોસોસિયેશન તેમજ યુજી મેડિકલ સ્ટૂડન્ટ પણ હડતાળમાં સામેલ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *