મોરબીમાં માર્ગ અકસ્માતમાં એકસાથે આટલા બધાં લોકોના મોત થતાં સમગ્ર પંથકમાં છવાયો શોકનો માહોલ done

માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ આવી જ એક માર્ગ અકસ્માતની ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. મોરબી વાંકાનેર નેશનલ હાઇવે પર આવેલ મકનસર ગામ પાસે એક બંધ ટ્રકની પાછળ એક મેટાડોર ઘુસી ગયો હતો.

આ દુર્ઘટનામાં કુલ 2 લોકોના ઘટનાસ્થળ પર જ કમકમાટી ભર્યા મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાંની સાથે જ જિલ્લા ટ્રાફિક તથા તાલુકા પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી તેમજ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મોરબી નેશનલ હાઇવે પર જીવલેણ અકસ્માતની વણઝાર બંધ થવાનું નામ નથી લઈ રહી.

હજુ રવિવારનાં રોજ વાંકાનેર મોરબી હાઇવે પર અલગ અલગ 2 અકસ્માતમાં 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા, ત્યાં હાલમાં ફરી જીવલેણ અકસ્માતમાં કુલ 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘટનાની જાણકારી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે પર આવેલ મકનસર ગામમાં આવેલ સ્વામી નારાયણ મંદિરની સામે ટ્રકના ટાયરમાં ભડાકો થતા તેનો ચાલક વાહન ફરતે આડશ મુકવા માટે જઈ રહ્યો હતો.

આ દરમિયાન બંધ ટ્રકની પાછળ પૂરપાટ ઝડપે આવેલ એક મેટાડોર ઘુસી ગયું હતું. આ ઘટનામાં ટેમ્પો ચાલક તથા ટ્રક ચાલક બન્નેનું ઘટનાસ્થળ પર જ દર્દનાક મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે જાણ થતાની સાથે જ તાલુકા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો.

પોલીસે વાહનોની વચ્ચે ફસાયેલ મૃતદેહને કાઢવા માટેની જહેમત ઉઠાવવામાં આવી હતી. મૃતકોમાથી એકનું નામ નરભેરામ હરજીભાઈ આદ્રોજા હોવાનું ખુલ્યું હતું. જો કે, અન્ય વ્યક્તિની ઓળખ મેળવવા માટેની તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી બાજુ પોલીસ દ્વારા અકસ્માતને કારણે એકત્ર થયેલ ટ્રાફિકને ક્લિયર કરાવવા ભારે જહેમત ઉઠાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *