બીગ બ્રેકીંગ: અમેરિકાની કોર્ટમાં પ્રધાનમંત્રી મોદી અને અમિત શાહ વિરુદ્ધ થયેલા કેસનો આવ્યો ચોંકાવનારો ચુકાદો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ વિરુદ્ધ અમેરિકાની કોર્ટમાં દાખલ કરાયેલા 100 મિલિયન ડોલર (આશરે સવા 7 સો કરોડ રૂપિયા)નો કેસ કોર્ટે ફગાવી દીધો છે. બે સુનાવણી દરમિયાન કાશ્મીર ખાલિસ્તાન રેફરન્ડમ ફ્રન્ટ અને તેના બંને સાથીઓ કોર્ટમાં હાજર થયા ન હતા, જે પછી કોર્ટે ચુકાદો આપ્યો હતો. 19 સપ્ટેમ્બર, 2019 ના રોજ ટેક્સાસમાં યોજાનાર હાઉડી મોદી કાર્યક્રમના કેટલાક દિવસ પહેલા પીએમ મોદી સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

અરજદારે આ કેસ જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યના દરજ્જાથી હટાવવા અને તેને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વહેંચવાના વિરોધમાં દાખલ કર્યો હતો. અરજદારે કોર્ટથી પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને એકીકૃત સંરક્ષણ સ્ટાફના નાયબ ચીફ લેફ્ટનન્ટ કંવલજીત સિંહ ધિલ્લોનને 100 મિલિયન યુએસ ડોલર વળતરની માંગ કરી હતી.

આ કેસ કરનાર વ્યક્તિ કોર્ટમાં હાજર થયો ન હતો…
ટેક્સાસના સધર્ન ડિસ્ટ્રિક્ટની ડિસ્ટ્રિક્ટ કોર્ટના ન્યાયાધીશ ફ્રાન્સિસ એચ. સ્ટેસીએ ચુકાદો આપ્યો કે લોકમત મોરચાએ સુનાવણી ચાલુ રાખવા માટે કંઇ કર્યું નથી. ઉપરાંત, બંને સુનાવણી દરમિયાન કોઈ પણ વ્યક્તિ કોર્ટમાં હાજર થયું ન હતું, આ કારણ પર કે આ કેસ રદ કરાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *