કોરાના ચેપગ્રસ્ત દર્દીઓને સ્વસ્થ થયા પછી પણ લક્ષણ જોવા મળે છે. તેમાંથી એક છે ‘લકવો’. કોરોનાને કારણે મોટાભાગના બાળકોમાં લકવો જોવા મળ્યો છે.
કોરોના વાયરસથી મુક્ત દર્દીઓમાં હવે ફરીવાર અન્ય રોગોના લક્ષણો દેખાઈ રહ્યા છે. પહેલાં, કોરોનાથી સાજા થતાં દર્દીઓમાં મ્યુકોર્માયકોસિસ જેવા ફંગલ ઇન્ફેક્શન જોવા મળતા હતા અને હવે બાળકોમાં લકવાગ્રસ્ત થવાના કિસ્સાઓ જોવા મળે છે.
પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પર ન્યુરોલોજીકલ અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેણે 8 દેશોના 38 કોરોના પોઝિટિવ બાળકોની પસંદગી કરી, જેમાં ફ્રાન્સના 13, અમેરિકાના 8, યુકેના 8, બ્રાઝિલના 4,આર્જેન્ટિનાના 4, ભારતના 2 અને પેરુ તેમજ સાઉદી અરેબિયાના 1-1 બાળકોની પસંદગી કરવામાં આવી હતી.
આ સંશોધનમાં ભાગ લેનારા બાળકોમાં, જે લેન્સેટ ચાઇલ્ડ એન્ડ એડોલેસન્ટ જર્નલમાં ભાગ લેનાર 8 બાળકોમાં કોરોના જેવા કે ઉધરસ, શરદીના કોઈ લક્ષણો જોવા મળ્યા નથી. આ સિવાય 4 બાળકોની કોરોનાને લઈને રોગ પ્રતિકારક ક્ષમતા ઓછી હોવાને કારણે અન્ય ઇન્ફેકશનને લીધે તેનું મૃત્યુ થયું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle