બાહુબલીની છાપ ધરાવનાર વ્યક્તિનું ફાયરિંગમાં મોત અને પાંચથી વધુ લોકો ઘાયલ

બાહુબલીની છાપ ધરાવનાર અને ફાયરીંગ (Firing) કે હુમલા કરવા એ સામાન્ય સમજનાર મોરબીમાં (Morbi) હનીફ મેમણ (Hanif Meman) ઉર્ફે મમુ દાઢી (Mamu Dadhi) અને તેના ભત્રીજા પર ફાયરિંગની ઘટના બની છે. આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મોરબીના ખાટકીવાસ ચોકમાં ફાયરિંગ થયું છે જેમા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે જ્યારે અન્ય 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. રાજકોટ ખાતે સારવાર દરમિયાન ઇમરાન નામના યુવકનું પણ મૃત્યુ થયું છે જેથી મૃતકોની સંખ્યા બે થઇ ગઇ છે.

મોરબીના ખાટકીવાસ પાસે બારસાખ રાજપૂત શેરીમાં કુખ્યાત મમુ દાઢી અને તેના ભત્રીજા પર ફાયરિંગ થયુ છે. આ ફાયરિંગમાં આદીલ રફીકનું મોત થયુ ત્યાં જ રાજકોટ ખાતે સારવાર દરમિયાન ઇમરાન નામના યુવકનું પણ મૃત્યુ થયું છે જેથી મૃતકોની સંખ્યા બે થઇ ગઇ છે. છે. જ્યારે પાંચ લોકો ઇજાગ્રસ્ત થતા તેમને રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીના ખાટકીવાસ પાસે બારસાખ રાજપૂત શેરીમાં કોઈ કારણોસર મારામારી થઇ હતી અને મામલો બિચક્તા ફાયરિંગ થયું હતું. આ ફાયરિંગ ખાટકીવાસ ચોકમાં રહેતા રફીક માઠાના પુત્ર પર થયુ હતું. ફાયરિંગમાં મમુ દાઢી અને એના ભત્રીજા સહીત 3 લોકો ઘાયલ અને 1નું મોત થયુ છે. ફાયરિંગમાં આદિલ રફીક નામના 32 વર્ષ યુવકનું મોત થયુ છે. જ્યારે અન્ય 5થી વધુ લોકો ઇજા થતા રાજકોટ ખસેડાયા છે. પોલીસ હાલ ઘટના સ્થળ પર પહોંચી અને તપાસનો દોર શરૂ કર્યો છે.

ઉલ્લેખનિય છે કે, રાજકોટ અને મોરબીમાં જમીનોના વિવાદમાં ખુલ્લેઆમ ફાયરિંગ અને ધમકીઓ દોર ચલાવી અરાજક્તાનું સામ્રાજ્ય સર્જી દેનાર ગેંગોનો આતંક યથાવત છે. હાલમાં સૂત્રો પાસેથી એવી પણ માહિતી સામે આવી રહી છે કે, આજે થયેલ ફાયરિંગ પણ તેનો જ એક ભાગ હોઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *