માર્ગ અકસ્માતની ઘટનાઓ અવારનવાર સેમ આવતી હોય છે. હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી રહી છે. નડિયાદ, ડાકોર ઠાસરા-ડાકોર રોડ પર આવેલ ઠાસરા ગામની સીમમાંથી પૂરપાટ ઝડપે જઇ રહેલી રીક્ષામાંથી 5 વર્ષીય માસુમ બાળકી તેમજ તેના દાદી બહાર ફંગોળાઈ ગયા હતા.
જેમાં બાળકીના માથા પર વાહનનું ટાયર ફરી વળતાં તેનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઈજા પહોંચતા દાદીને સારવાર માટે લઈ જવામાં આવતાં તેમનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે ઠાસરા પોલીસ દ્વારા બેફામ ગતિએ રીક્ષા ચલાવનાર ચાલકની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
પૌત્રીને પકડવા જતા દાદી પણ નીચે પડ્યા :
ઠાસરામાં આવેલ વજેવાલ ગામના રઈબેન ચાવડા પોતાની 5 વર્ષની પૌત્રી દિવ્યાને વીંઝોલ ગામ જવાં માટે નીકળ્યા હતા. જેઓ ઠાસરા બસસ્ટેન્ડ નજીક ઉભા રહેતા શટલ પેસેન્જર રિક્ષામાં બેસી ડાકોર બાજુ વળ્યાં ત્યારે બેફામ ગફલત ભરી રીતે રિક્ષા ચાલકે રિક્ષા હંકારતા રિક્ષામાંથી તેમની પૌત્રી ઉછલતા તેને પકડવા જતા રઈબેન પણ રોડ પર ફસડાઈ પડ્યા હતા.
રિક્ષામાંથી પટકાયેલી પૌત્રીનું થયું મોત :
ઠાસરા તાલુકામાં આવેલ વજેવાડ ગામમાં રહેતા 70 વર્ષીય રઇબેન બુધાભાઇ ચાવડા પોતાની 5 વર્ષીય પૌત્રી દિવ્યાને લઇ વિંઝોલ ગામ જવા માટે રીક્ષામાં નીકળ્યા હતા. ઠાસરા – ડાકોર રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. રીક્ષા ચાલક પૂરપાટ ઝડપે રીક્ષા ચલાવતો હોવાથી રઇબેનના ખોળામાં બેઠેલ દિવ્યા રીક્ષામાંથી ફંગોળાતા તેને પકડવા જતાં રઇબેન પણ માર્ગ પર પટકાયા હતા.
આ મામલે મહેશભાઇ અંદરભાઇ ચાવડાની ફરિયાદને આધારે ઠાસરા પોલીસ દ્વારા રીક્ષાચાલકની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે. બાળકીનું ગંભીર ઇજાઓને લીધે ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. જ્યારે ઇજાગ્રસ્ત રઇબેનને પ્રાથમિક સારવાર માટે ડાકોર સરકારી દવાખાનામાં લઈ જતાં સારવાર દરમિયાન મોત થયું હતું.
બેફામ રિક્ષા ચલાવનારની વિરુદ્ધ લોકોમાં જોવા મળ્યો રોષ :
ડાકોર-ઠાસરા રોડ પર ગેરકાયદેસર રીતે બેફામ રીતે RTO નાં નિયમની વિરૂધ્ધ રિક્ષા હંકારતા રિક્ષાચાલકો પર લોકરોષ ભભૂકયો છે. આ તત્વો બિનસંવેદનશીલ રીતે વર્તતા હોય છે. પોલીસ RTO કર્મચારીઓ આ તત્વોના હપ્તે બંધાયેલ હોવાથી એમની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. રાજ્ય સરકાર આ ગુનાહિત બેદરકારી બાબતે સખ્ત પગલાં લઈને દોષીતો સખ્ત સજાની જોગવાઈ કરે તેવી માંગણી કરવામાં આવી છે.
એકની એક દીકરીના મૃત્યુને લઇને પરિવારમાં છવાયો શોકનો માહોલ :
અમિનભાઇ ચાવડાને સંતાનમાં દીકરી દિવ્યા હતી. એકની એક દીકરીનો ખૂબ જ લાગણીથી ઉછેર કરનાર પરિવાર તેના મૃત્યુના સમાચાર જાણીને આઘાતમાં સરી પડ્યો હતો. પરિવારજનોના કરૂણ આક્રંદથી હવામાનમાં તેમજ સમગ્ર ગામમાં ગમગીની પ્રસરી ઊઠી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle