સુરતમાં પુત્ર જ બન્યો પિતાનો હત્યારો- મિત્રો પરિવારજનોની હાજરીમાં જ કરી નાખી હત્યા

ડિંડોલી વિસ્તારમાં પુત્રએ ચપ્પુના ઘા ઝીંકીને પિતાની હત્યા કરી છે. પુત્ર તેની પત્નીને માર મારતો હતો. આ દરમિયાન પત્નીને માર મારનાર દીકરાને અટકાવવા તેના પિતા વચ્ચે પડે છે, સાથે જ પુત્રને માર મારવા બદલ ઠપકો આપે છે, જેથી ઉશ્કેરાયેલા દીકરાએ પોતાના જ પિતાને ચપ્પુના ઘા ઝીંકી દે છે, જેથી પિતાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પિતાનું મોત નીપજે છે. પુત્ર સામે ડિંડોલી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ડિંડોલી વિસ્તારમાં આવેલા સાંઈ પોઈન્ટ પાસે નવા હળપતિવાસ પાસે રહેતા મહાદેવ મનોજ રાઠોડે નોંધાવેલી ફરિયાદ અનુસાર, આરોપી મહેન્દ્ર મનોજ રાઠોડ થોડું મોડું થતાં તેની પત્નીને માર મારી રહ્યો હતો. સાંજના સાડાછ વાગ્યાના સુમારે મહાદેવનો નાનો ભાઈ મહેન્દ્ર તેની પત્ની ચૈતાલીને માર મારતો હતો. જેથી તેને કેમ મારે છે એમ કહેવા જતાં તે ઉશ્કેરાઈ ગયો હતો. ચપ્પુ કાઢીને મહાદેવને મારવા દોડ્યો હતો. ત્યારે મહાદેવના પિતા મનોજભાઈ અને મહોલ્લાના મિત્રો તથા આળખીતાઓ આવી જઈ વચ્ચે પડી છોડાવ્યા હતા.

ઝઘડામાં છોડાવવા પડેલા પિતાજીને મહાદેવના નાના ભાઈ મહેન્દ્રને “છોડ આને, કેમ મારે છે?” તેમ કહી આરોપી મહેન્દ્રએ ભાઇને ધક્કો માર્યો હતો. બાદમાં મહેન્દ્રએ તેની પાસેનું ચપ્પુ પિતાના ડાબા હાથમાં બગલ પાસે મારી દઇ ગંભીર અને જીવલેણ ઇજા પહોંચાડી હતી. બાદમાં તેમને ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવતાં તબીબોએ તેની ટૂંકી સારવાર બાદ મૃત જાહેર કર્યા હતા, જેથી પોલીસે આરોપી મહેન્દ્ર વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *