સુરતમાં મહિલાએ ખોલ્યું હતું નકલી દારૂ બનાવવાનું કારખાનું, આ રીતે થયો પર્દાફાશ

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં અવાર-નવાર દારૂ મળી આવતો હોય છે. ત્યારે આજે ફરી એક વખત ગુજરાતમાં આવેલ સુરતમાં દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળી આવ્યા છે. સુરત શહેરના પાંડેસરા (Pandesara Surat) વિસ્તારમાં પોલીસે દરોડા પાડતા એક મહિલાના ઘરમાંથી દારૂ બનાવવાનું કારખાનું મળી આવ્યું છે. આ મહિલા (Woman caught with Liquor) બ્રાન્ડેડ કંપનીનો દારૂ કેમિકલ નાખી અને તેને નવી રીતે મેન્યૂફેક્ચરિંગ કરી અને વેપલો કરી રહી હતી. પોલીસે સમગ્ર ઘટના જોઈ તો ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતા. આમ સુરતમાંથી દારૂ બનાવવાનું યુનિટ મળી આવ્યું છે.

સુરતની પાંડેસરા પોલીસે શુક્રવારે અડધી રાત્ર બાદ આશાપુરી સોસાયટી વિભાગ 2 માં વિધવાના ઘરે છાપો મારી હલકી કક્ષાનો દારૂ બનાવવાનું કારખાનું ઝડપી પાડયું હતું. અહીં બ્રાન્ડેડ કંપનીની વ્હીસ્કીની બોટલમાં કેમિકલ ઉમેરી તેના ઉપર સ્ટીકર લગાવી બાદમાં વિધવાની સાસુનો ગોલવાડમાં રહેતો ધર્મનો ભાઈ ત્યાં દારૂ વેચતો હોવાની આશંકા છે.

કોરોના મહામારી વચ્ચે દારૂની મેગ વધી રહી છે ત્યાર દબાણ થી સુરત હટે દારૂ નથી આવતો આ સમયે દારૂનો ગેરકાયદેસર વેપાર કરતા બુટલેગર નકલી દર બનવાનો સાહરુ કરીયો હોવાનું સામે આવતા પાંડેસરા પોલીસે  મળેલી બાતમીના આધારે  સ્ટાફે મહિલા પોલીસને સાથે રાખી શુક્રવારે મધરાત બાદ પાંડેસરા આશાપુરી સોસાયટી વિભાગ 2 પ્લોટ નં.152 માં વયોવૃદ્ધ સાસુ સાથે રહેતી વિધવા ભારતીબેન રાજેશભાઈ રાણાના ઘરે છાપો માર્યો હતો. પોલીસને અંદરના રૂમમાંથી બ્રાન્ડેડ કંપનીની વ્હીસ્કીની ત્રણ બોટલ, 31 ખાલી બોટલ, 82 બુચ, કેમિકલ ભરેલી પ્લાસ્ટીકની બે બોટલ અને પતરાનું પીપ મળી આવ્યું હતું.

પોલીસે કુલ રૂ.13,895 નો મુદ્દામાલ કબ્જે કરી ભારતીબેનની પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તે તેની સાસુના ધર્મના ભાઈ રાકેશ પ્રવિણચંદ્ર રાણા સાથે મળી બ્રાન્ડેડ કંપનીની વ્હીસ્કીની બોટલમાં કેમિકલ ઉમેરી તેના ઉપર સ્ટીકર લગાવી બાદમાં વેચતા હતા. તે માટે તમામ સામગ્રી રાકેશ લઈ આવતો હતો અને તે જ ગ્રાહકોને હલકી કક્ષાનો દારૂ ઓરીજીનલ કહી વેચતો હતો.

કેન્સરની બિમારીમાં પતિને ગુમાવનાર ભારતીબેનને સાસુનો ધર્મનો ભાઈ રાકેશ ક્યાં દારૂ વેચતો હતો તેની જાણ ન હતી. જોકે, રાકેશ ગોલવાડનો રહેવાસી હોય અને ત્યાં બૉમ્બ તરીકે હલકી કક્ષાનો દારૂ વેચાતો હોય પોલીસને આશંકા છે કે રાકેશ તમામ દારૂ ગોલવાડમાં જ વેચતો હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *