વહેલી સવારમાં હાઈવે પર અકસ્માત સર્જાયા બાદ અચાનક કારમાં ભભૂકી ઊઠી આગ, આટલા લોકો જીવતા ભડથું થઈ ગયાં

સોશિયલ મીડિયા પર અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. માર્ગ અકસ્માતની ઘટનાને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. ‘અમને બચાવી લો, અમને બચાવી લો’…. યમુના એક્સપ્રેસ પર મંગળવારની વહેલી સવારમાં આગનો ગોળો બનેલ કારમાં કુલ 5 લોકો જીવતા સળગી રહેલા લોકોએ બુમાબુમ કરતાં ત્યાંથી પસાર થઈ રહેલ લોકોને હચમચાવી દીધા હતાં.

કેટલાક લોકોએ કારમાં રહેલ પરિવારજનોને મદદનો હાથ લંબાવવા માટે માંગતા હતા પરંતુ કારમાં આગ એટલી ભયંકર લાગી હતી કે તેઓ કાંઈ કરી શક્યા ન હતાં. મંગળવારની વહેલી સવારમાં યમુના એક્સપ્રેસ વે પર રોંગ સાઈડ પરથી આવતા ટેન્કરની સાથે અથડાતા કારમાં આગ ભભૂકી ઉઠી હતી.

મળી રહેલ જાણકારી મુજબ કારમાં કુલ 5 લોકો સવાર હતા, તેમાં બાળકોનો પણ સ્મેવેશ થાય છે. અકસ્માત સર્જાયા બાદ થોડી જ વારમાં આગમાં ફેરવાઈ જતા તેમાં બેઠેલા લોકોને બહાર નીકળવાનો મોકો પણ મળી શક્યો ન હતો.

રોંગ સાઇડથી આવી રહેલી ટ્રકે મારી ટક્કર :
ત્યાંથી પસાર થઈ રહેલ એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું હતું કે, સળગતી કાર અમારી પાછળ હતી. અકસ્માતના થોડાં સમય પહેલા અમને ઓવરટેક કરીને આગળ નીકળી હતી. જે ટ્રકે કારને ટક્કર મારી તે ત્યાંથી રોંગ સાઇડમાં આવી રહી હતી. તેની ડીઝલ ટેન્ક પણ લીક થઈ ગઈ હતી.

નજરે જોનાર લોકો પણ મદદ કરી શક્યા નહીં :
આ દર્દનાક ઘટનાના અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવતાં કહ્યું હતું કે, કારમાં આગ લાગ્યા પછી તેમણે અંદર ફસાયેલ બાળકને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો પણ બહાર કાઢી શક્યા ન હતાં. કાર અચાનક આગનો ગોળો બની ગઈ હતી. સળગી રહેલ કારમાં કુલ 4 લોકો ‘અમને બચાવો, બચાવો’ની બુમ પાડી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *