આવતીકાલે અહિયાં ટકરાઈ શકે છે ‘બુરેવી’ ચક્રાવાત, જાહેર કરાયું એલર્ટ

કેરળ રાજ્યમાં આવતીકાલનાં રોજ ‘બુરેવી’ ચક્રાવાતનું એલર્ટ હવામાન ખાતે આપ્યું છે. આ ચક્રાવાતનાં લીધે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કર્મચારીઓએ વિષમ પરિસ્થિતિની સામે…

કેરળ રાજ્યમાં આવતીકાલનાં રોજ ‘બુરેવી’ ચક્રાવાતનું એલર્ટ હવામાન ખાતે આપ્યું છે. આ ચક્રાવાતનાં લીધે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કર્મચારીઓએ વિષમ પરિસ્થિતિની સામે લડવા 2000 કરતા વધુ રાહત શિબિર ખોલી છે તેમજ 5 ડિસેમ્બર સુધી માછીમારો માટે સમુદ્રમાં જવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તો જાણો ક્યાં તેમજ કેવી રહેશે આ ‘બુરેવી’ ચક્રાવાતની અસર.

PM મોદીએ બુધવારનાં રોજ મુખ્યમંત્રી પિનરાઈ વિજયની સાથે વાત કરી છે તેમજ તેમને કેન્દ્રથી બધી શક્ય મદદનો ભરોસો આપવામાં આવ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ભારતનાં હવામાન ખાતાએ પૂર્વાનુમાનમાં જણાવ્યું છે કે, તુરવનંતપુરમ, કોલ્લમ, પથનમથિટ્ટા, કોટ્ટાયમ, અલપ્પુઝા, ઈડુક્કી તેમજ એર્ણાકુલમ જિલ્લામાં 3 થી 5 ડિસેમ્બર સુધી ભારે વરસાદ તેમજ જોરદાર હવાનો માહોલ રહેશે.

હવામાન ખાતાએ મહત્વના આદેશ આપ્યા 

તટવર્તી વિસ્તારોમાં દબાણનાં લીધે તમિલનાડુ, કેરળ તેમજ લક્ષદ્વીપમાં ભારે વરસાદની સંભાવનાનાં લીધે રાષ્ટ્રીય આપદા સંબંધન સમિતિએ પણ આ રાજ્યોની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી છે. બેઠકમાં જણાવ્યું છે કે, 4 ડિસેમ્બરનાં રોજ એટલે કે, આવતીકાલથી માછીમારોને પણ સમુદ્રમાં જવા માટે પ્રતિબંધ રાખવામાં આવ્યો.

હવામાન ખાતા મુજબ ભારે દબાણનાં વિસ્તારોની સાથે 2 થી 4 ડિસેમ્બરની વચ્ચે ભારે વરસાદની સાથે ઘણી રફ્તારની હવાઓ તમિલનાડુ, કેરળ તેમજ લક્ષદ્વીપનાં વિસ્તારોને પ્રભાવિત કરે છે. આ સમયે પાક તેમજ બીજી આવશ્યક સેવાઓને નુકસાનની શક્યતા છે. તમિલનાડુ રાજ્યમાં માછલી પકડવા ગયેલી 200 કરતા પણ વધુ હોડીઓને સકુશળ પાછી લાવવા માટે સરકાર પગલાં લે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *