દેશમાં જેમ-જેમ કોરોનાના વ્યાપમાં જેમ વધારો થતો જઈ રહ્યો છે એ જ રીતે માર્ગ અકસ્માતની ઘટનાઓમાં પણ સમગ્ર દેશમાં સતત વધારો થઈ રહ્યો છે. અકસ્માતને કારણે કેટલાંક લોકોને એકના એક દીકરાનો તેમજ કોઈકને પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે.
દરરોજ અનેક અકસ્માત સર્જાતાં રહેતાં હોય છે. એમ છતાં સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલા લેવામાં આવી રહ્યાં નથી. હાલમાં પણ માર્ગ અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે. જામનગરમાં આવેલ મોરકંડા ગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં માલવાહક વાહને રસ્તા પરથી પસાર થઈ રહેલ પદયાત્રીઓને અડફેટે લેતાં 3 લોકોનાં મોત થયા છે.
જેમાંથી એક વ્યક્તિની હાલત ખુબ ગંભીર હોવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટનાને કારણે લોકો એકત્ર થઈ ગયાં હતાં. પોલીસને જાણ થતાંની સાથે જ દોડી ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પદયાત્રીઓ મોરબી પાસે મચ્છુ માતાજીના મંદિરે પગપાળા જઈ રહ્યા હતા.
મૃતકો જામજોધપુરના સોનવાડિયા ગામના રહેવાાસી :
જામજોધપુરમાં આવેલ સોનવાડિયા ગામના રહેવાસી 18 વર્ષીય કેશભાઈ પોલાભાઈ રાડા, 50 વર્ષીય પોલાભાઈ જેઠા, ભોજભાઈ ગોકળભાઈ ભરવાડ તેમજ કવાભાઈ અને ટીડાભાઈ અમરાભાઈ ભરવાડ મોરબી પાસે આવેલ મચ્છુ માતાજીના મંદિરે પગપાળા જવા માટે નીકળ્યા હતા.
આ સમયે માલવાહક વાહને પાંચેય લોકોને અડફેટે લેતાં ફંગોળાઈ ગયા હતા. આ અકસ્માતમાં કેશભાઈ, પોલાભાઈ તથા ભોજભાઈનું મોત નીપજ્યું હતું, જ્યારે કવાભાઈ તેમજ ટીડાભાઈને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે.
પોલીસે વાહનચાલકની તપાસ હાથ ધરી :
પોલીસે ઘટનાસ્થળ પર પહોંચીને માલવાહક વાહનના ચાલકની વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરવામાં આવી છે. ત્રણેય મૃતક સોનવાડિયા ગામના રહેવાસી હોવાને કારણે નાના એવા ગામમાં શોકનો માહોલ ફરી વળ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle