છ વર્ષીય ખેડૂત દીકરીનો પગ વીજ વાયર પર પડતા, ઘટના સ્થળે જ થયું કમકમાટી ભર્યું મોત

સુરત શહેરના ઉમરપાડા તાલુકાના શરદા ગામે તૌક્તે વાવાઝોડા (tauktae cyclone) દરમિયાન ખેતરમાં તૂટી ગયેલાં જીવંત વીજ વાયર પર માત્ર છ વર્ષની બાળકીનો પગ અડકતા વીજ…

સુરત શહેરના ઉમરપાડા તાલુકાના શરદા ગામે તૌક્તે વાવાઝોડા (tauktae cyclone) દરમિયાન ખેતરમાં તૂટી ગયેલાં જીવંત વીજ વાયર પર માત્ર છ વર્ષની બાળકીનો પગ અડકતા વીજ કરંટ લાગવાથી બાળકીનું ધટના સ્થળે જ કરૂણ મોત નિપજયું હતું.

આ ધટના અંગે મળતી જાણકારી અનુસાર, સુરત શહેર ના ઉમરપાડા તાલુકના શરદા ગામના એક ખેડૂત દિલીપભાઈ વસાવા પોતાના ખેતરમાં જ ઘર બનાવીને રહેતાં હતાં. બપોરે ફુંકાયેલા તૌક્તે વાવાઝોડા દરમિયાન શરદા ગામની સીમમાં વીજ લાઈન ઉપર વૃક્ષ પડતા વીજ વાયર નીચે પડી ગયા હતા. આ જીવંત વીજ ઉપકરણના વાયરમાં વીજ નો પ્રવાહ ચાલુ હતો.

તે જ સમયે ખેતરમાં જ ઘર બનાવીને વસવાટ કરતાં ખેડૂત પરિવારની દીકરી કિંજલબેન દિલીપભાઈ વસાવા ઉંમર વર્ષ 6 રમતી રમતી ખેતરમાં પહોંચી હતી. ત્યારે 6 વર્ષીય કિંજલનો પગ ભૂલમાં જીવંત વીજ વાયર પર પડી જતાં વીજ કરંટ લાગવાથી કિંજલનું કરૂણ મોત નિપજયું હતું.

આ બનાવ ની જાણ તેના માતા-પિતા ને થતાં તેઓ અને ત્યાના સ્થાનિક લોકો ને થતાં તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પરંતુ તે તરુણી નું મોત થય ગયું હતું. દીકરી ના પરિવાર દ્વારા ઉમરપાડા પોલીસ ને આ ઘટનાની જાણ કરવામાં આવતા ઉમરપાડા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ કાર્યવાહી શરૂ કરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *