દેશભરમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજરોજ આવી જ એક ઘટના ગુજરાતમાંથી સામે આવી છે. ડાભડી ગામનો યુવાન પાટણથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે હમીદપુરા સરવા વચ્ચે અચાનક કાર પલટી ખાઈ જતાં ગંભીર ઈજાના કારણે મોત નિપજ્યુું હતું.
પાટણ તાલુકાના ડાભડી ગામે રહેતા સુમિત મહેન્દ્રભાઇ પટેલ ગુરૂવારે તેની કાર જીજે 03 કેપી 0260 લઇને પાટણથી ડાભડી ઘરે જવા નિકળ્યા હતા. તે વખતે સાંજના 7 કલાક અરસામાં હમીદપુર સરવા ગામ રોડ ઉપર વળાંકમાં કાર પલટી મારી જતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થતાં 108 દ્વારા ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખાનગી હોસ્પીટલ ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ અંગે બાલીસણા પોલીસે ગુનો નોંધ્યો છે.
અત્રે ઉલેખનીય છે કે, આજ રોજ ગુજરાતમાં અકસ્માત દરમ્યાન 10 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે. ભરૂચમાં અકસ્માતમાં એકનું બાળકનું મોત થયુ હતુ જ્યારે મહેસાણામાં 3 શિક્ષકોના મોત થયા હતા. અને સવારે કલોલમાં ગેસલીકેજને કારણે થયેલ બ્લાસ્ટમાં 2 લોકોના મોત થયા હતા.
આ ઉપરાંત, સવારે દમણમાં પણ વેપારીના દીકરાનું અકસ્માતમાં મોત થયું હતુ. ખેડામાં પણ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું હતુ. અને હવે જામનગરમાં 3 લોકોના મોત થયા છે. અમદાવાદથી પાટણ દર્શન માટે જઈ રહેલા એક પરિવારને પણ અકસ્માત નડ્યો હતો જેમાં દીકરીનું મોત થયું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle