65 વર્ષના વ્યક્તિના શરીરમાંથી વાગી રહ્યું હતું ગીત, દવાખાને પહોચ્યા તો એવો રીપોર્ટ સામે આવ્યો કે…

હોસ્પિટલમાં આવેલા 65 વર્ષીય દર્દીએ જ્યારે ડોકટરોને તેની પલ્સ ચેક કરાવી ત્યારે ડોકટરોને આશ્ચર્યચકિત થયા હતા જ્યારે હૃદયના ધબકારા સાથે એક ગીત સાંભળ્યું હતું. ડોક્ટરો કહે છે કે, ગીતનો અવાજ ખૂબ સ્પષ્ટ હતો, જાણે રેડિયો વગાડ્યું હોય.

આ સમાચાર સામે આવતા આ ઘટના ચર્ચાનો વિષય બની હતી. આ અહેવાલ મુજબ, 65 વર્ષીય એક વ્યક્તિ હિપની બીમારીની ફરિયાદ લઈને હોસ્પિટલમાં આવ્યા હતા. આ વ્યક્તિએ અગાઉ પણ હિપ રિપ્લેસમેન્ટ સર્જરી કરાવી છે. હોસ્પિટલમાં આવતા જ ડોકટરે આ વ્યક્તિને પલંગ પર બેસાડ્યા. ડોકટરે ડોપ્લરની મદદથી આ વ્યક્તિની નાડી તપાસવાની કોશિશ કરી, તે વ્યક્તિના ધબકારા સાથે એક ગીત પણ સાંભળ્યું. તેણે આ ગીત ડોપ્લર સાથે જોડાયેલા સ્પીકરમાં સાંભળ્યું.

આ અવાજ શાઝમ નામની એક મ્યુઝિક એપમાં ચેક કરવામાં આવ્યો, ત્યારે તેમાં એક સ્પેનિશ ગીત સંભળાયું. ડોપ્લરમાં આવતો અવાજ ‘બંદા એલ રેકોડો દે ક્રુઝ લિઝરગ્રા’ ના સ્પેનિશ ગીત ‘ગ્રેકિએસ પોર તુ અમોર’ જેવો જ હતો. આ અવાજ ત્યારે જ આવી રહ્યો હતો જ્યારે વ્યક્તિએ પલ્સની તપાસ કરી. જ્યારે ડોપ્લરનો ઉપયોગ હોસ્પિટલ સ્ટાફ દ્વારા તેમના પોતાના પર કરવામાં આવ્યો ત્યારે આ અવાજ આવ્યો નહીં.

ડોકટરો આ અવાજ કેવી રીતે આવ્યો તેનાથી આશ્ચર્યચકિત થઈ ગયા. આનો અભ્યાસ કરનારા નિષ્ણાતો માને છે કે, ડોપ્લરે આ વ્યક્તિના નકલી હિપમાંથી રેડિયો સિગ્નલ મેળવ્યું હશે. ડોકટરો પણ માને છે કે, આ અવાજ રૂમમાં હાજર અન્ય કોઈ સિગ્નલથી પણ આવી શકે છે. જોકે આ કેસનો અભ્યાસ કરતા ડોકટરો કહે છે કે, હોસ્પિટલમાં કોઈ ઉપકરણ ખામીયુક્ત નહોતું.

રિપોર્ટમાં એવું પણ બહાર આવ્યું છે કે, 8 મહિનાની સારવાર બાદ દર્દી સ્વસ્થ છે. આ પછી, ન તો તેને ફરીથી ઈજા પહોંચી છે કે ન તો તેણે તેની પલ્સનું ગીત સાંભળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *