સોશિયલ મીડિયા પર અવારનવાર સમાચાર સામે આવતા હોય છે. રાજ્યમાંથી અવારનવાર ચોરી-લુંટફાટની ઘટનાઓ સામે આવતી હોય છે. હાલમાં જ રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક ઘટના સામે આવી રહી છે. સુરત શહેરમાં ગુનાઓનું પ્રમાણ સતત વધતું જઈ રહ્યું છે.
સુરત શહેરમાં આવેલ મહિધરપુરા કંસારા શેરીમાં આવેલ સાસ્વત જ્વેર્લસ પ્રા.લીમાંથી બિહારના અગ્રવાલ પિતા-પુત્રએ ઉધારમાં કુલ 44.70 રૂપિયાનો હીરા તથા જ્વેલરીનો માલ ખરીદ્યા બાદ પેમેન્ટ ન ચુકવી ઠગાઈ કરી હતી. બિહારમાં તપાસ માટે ગયેલ પોલીસને અગ્રવાલ પિતા-પુત્રએ પોતાનું મકાન ખાલી કરી ગયા હોવાની સાથે બીજા રાજયના જવેલર્સ સાથે પણ ઠગાઈ કરી હોવાનું બહાર આવી રહ્યું છે.
શરુઆતમાં સમયસર પેમેન્ટ ચુકવી આપી વિશ્વાસ કેળવ્યો હતો :
નાનપુરા ટીમલીયાવાડ સિધ્ધશીલા એપાર્ટમેન્ટમાં રહેતા 42 વર્ષીય ધીરજભાઈ ડાહ્યાભાઈ શાહ મહિધરપુરા કંસારા શેરીમાં આવેલ સાસ્વત જ્વેલર્સ પ્રાઈવેટ લીમીતેડ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરી રહ્યાં છે. ધીરજભાઈની દુકાનમાંથી બિહારમાં આવેલ પટના બુધ્ધા માર્ગ વાઈટ હાઉસનાં અગ્રવાલ બ્રધર્સ નામની કંપની ધરાવતા પંકજ અગ્રવાલ તેમજ તેના પિતા ચાંદ બિહારી અગ્રવાલે ફેબ્રુઆરી વર્ષ 2017 ની શરુઆતમાં ઉધારમાં હીરા-જ્વેલરીનો માલ ખરીદ્યો હતો.
ખરીદી કરેલ માલનું સમયસર પેમેન્ટ ચુકવી આપી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારપછી અગ્રવાલ પિતા-પુત્રએ વર્ષ 2018માં કુલ 44,70,239 રૂપિયાનો કલર સ્ટોન સાથેના હીરા-જ્વેલરીનાં માલની ખરીદી કરી હતી.
બીજા રાજયના જવેલર્સ સાથે પણ ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું :
નક્કી કરેલ સમય ગાળામાં પેમેન્ટ નહી કરતા ધીરજભાઈ દ્વારા ઉઘરાણી કરતા શરુઆતમાં પેમેન્ટ ચુકવી આપવાના ખોટા વાયદાઓ કર્યા પછી કોલ ઉપાડવાનું બંધ કરી દીધું હતું. ધીરજભાઈને ખ્યાલ આવી ગયો હતો કે, અગ્રવાલ પિતા-પુત્રએ તેમની સાથે ઠગાઈ કરી છે.
જેને કારણે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ધીરજભાઈની ફરિયાદને આધારે અગ્રવાલ પિતા-પુત્રની વિરુદ્ધ ગુનો દાખલ કરી PSI D.D.ચૌહાણ સ્ટાફના માણસો સાથે તપાસમાં બિહાર જવાં માટે રવાના થયા હતાં. પોલીસની તપાસમાં આરોપી અગ્રવાલ પિતા-પુત્રએ પોતાનું મકાન વેચી નાસી ગયા છે તેમજ તેમના ઘરે રાજ્યના વિવિધ શહેરમાંથી પણ ઉઘરાણી માટે વેપારીઓ આવતા હોવાનું બહાર આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle