હાલમાં ગુજરાતમાં આવેલ જુનાગઢ જીલ્લામાંથી એક જાણકારી સામે આવી રહી છે. ‘ભણે ગુજરાત’ના સૂત્રને સાર્થક કરવા માટે જૂનાગઢ જિલ્લામાં એક ખાસ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે કે, જેમાં સૌપ્રથમવાર જંગલમાં આવેલ નેસમાં રહેતા માલધારીઓનાં બાળકોને શિક્ષણ મળી રહે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
ખાસ કરીને ઑનલાઈન અભ્યાસ માટે અહીં TV ની સુવિધા ઊભી કરવામાં આવી છે. જૂનાગઢ જિલ્લામાં આવેલ ભેંસાણ તાલુકાના જંગલ વિસ્તાર એવા પાઢવડ કોઢા વિસ્તારમાં આવેલ નેસમાં રહેતા પરિવારોના બાળકો પશુ-પાલન વ્યવસાય સાથે જોડાયેલ છે.
તેઓને શિક્ષણ મળી રહે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. ધોરણ 3 થી લઇને ધોરણ 8 સુધીના બાળકોને શિક્ષણ મળી રહે તેની માટે એક નવતર તથા ખૂબ ઉપયોગી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેમાં ઑનલાઈન શિક્ષણ માટે અહીં એક TV સેટ મૂકવામાં આવ્યો છે.
જેને કારણે બાળકો TV ના માધ્યમથી અભ્યાસ કરી શકે છે. આની સાથે જ એક શિક્ષક પણ અહીં અભ્યાસ કરાવવા માટે આવે છે. અહીં અભ્યાસ કરતા બાળકોમાં અનેરો રોમાંચ જોવા મળે છે. તેમનું જણાવવું છે કે, અમારે અભ્યાસ કરવો હતો પરંતુ સિંહ તથા દીપડા જેવા વન્ય પ્રાણીઓને લઇ અમે અભ્યાસ કરી શકતા ન હતા.
આજે અમારે આંગણે એટલી સરસ સુવિધા ઊભી થઈ હોવાને કારણે અમે અભ્યાસ કરી શકીએ છીએ. આ અભ્યાસ સાથે હવે અમે હિસાબ કરતા શીખીશું. જે અમારા દૂધના વ્યવસાયમાં ખૂબ ઉપયોગી થશે. ખાસ તો અહીં અભ્યાસ કરતા બાળકોએ કહ્યુ હતું કે, અમારી પેઢીમાં કોઈએ અભ્યાસ કર્યો ન હતો. અમને ખૂબ મજા આવે છે.
અમને અહીં બેગ તથા પુસ્તકો આપવામાં આવ્યાં છે. આની સાથે જ TV હોવાને કારણે ગમ્મતની સાથે અભ્યાસ કરી રહ્યા છીએ. નેસમાં રહેતી મહિલાએ સરકારનો આભાર માન્યો હતો. મહિલાઓએ કહ્યું હતું કે, અમારા નેસમાં TV નાં માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવે છે.
આની સાથે શિક્ષક પણ અહીં આવે છે. ખાસ તો દીકરીઓ માટે સરકાર જે પ્રયત્ન કરે છે તે ખૂબ જ સરાહનીય છે. જૂનાગઢ જિલ્લાના નવ નિયુક્ત શિક્ષણાધિકારને માલુમ પડ્યું કે, વિસાવદર, ભેંસાણ અને મેંદરડા એવા 3 તાલુકા છે કે, જે જંગલ વિસ્તારથી પ્રભાવિત છે.
અહીં કુલ 40 જેટલા નેસ આવેલા છે. તેમાંથી કુલ 22 જેટલા નેસમાં માલધારીઓ વસવાટ કરે છે તેમજ આ નેસમાં કુલ 309 જેટલા વિદ્યાર્થીઓ પરિવાર સાથે રહે છે. જેમાંથી કુલ 15 જેટલા નેસના બાળકો શાળા સાથે જોડાયેલ છે. કુલ 7 નેસ એવા છે કે, જ્યાં બાળકોને બાલમિત્ર દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle