દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ આરોપીની તરફેણમાં એવું કહ્યું કે, જાણીને જજ પણ ચોકી ઉઠ્યા 

સુરતના પલસાણા તાલુકાનાં એક ગામમાં રહેતા પરિવાર અને મુળ દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાનાં વતની છે. કડીયાકામ કરી બે દિકરા અને દીકરી સહિતનાં પરિવારનું ગુજરાન ચલાવનારા…

સુરતના પલસાણા તાલુકાનાં એક ગામમાં રહેતા પરિવાર અને મુળ દાહોદ જિલ્લાનાં ઝાલોદ તાલુકાનાં વતની છે. કડીયાકામ કરી બે દિકરા અને દીકરી સહિતનાં પરિવારનું ગુજરાન ચલાવનારા શ્રમજીવીની 17 વર્ષીય સગીર દીકરી પર 12 જુન 2019ના રોજ સવારે પોણા આઠ વાગ્યે બળાત્કાર ગુજર્યો હતો. ત્યાર બાદ સગીરાની કોઇ ખબર મળી નથી. જેથી પરિવારજનોએ દીકરી પર દુષ્કર્મ થયાની ફરિયાદ કરી હતી. જેથી આરોપી પર દુષ્કર્મ, પોક્સો સહિતની કલમો લગાવાઇ હતી. કોર્ટની કાર્યવાહી દરમિયાન સગીરા પોતાની મરજીથી ગઇ હોવાનું કહેતા આરોપીને જામીન અપાયા હતા.

સગીરાની સાથે મુળ ભાવનગર જિલ્લાનાં તળાજા તાલુકાની નિશાળવાળી શેરી ખાતે રહેતા ધર્મેન્દ્ર સિંહ પણ સ્થળ પરથી ગાયબ થઇ ગયો હતો. જેથી તેના પરિવાર દ્વારા કડોદરા જીઆઇડીસી પોલીસ મથકે સગીર દિકરીનાં અપહરણની ફરિયાદ કરવામાં આવી હતી. ઘટનાનાં એક વર્ષ બાદ સગીરા અને આરોપી ધર્મેન્દ્ર બારૈયાને ઝડપી પાડ્યાં હતા. આ બનાવ અંગે શરૂઆતમાં પોલીસ દ્વારા કલમ 363, 366 મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ઇપીકો કલમ 376 (3) તથા ધ પોક્સો એ કટની કલમ 4,5,6 અનુસાર કલમ ઉમેરો કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી.

આ કેસમાં આરોપીનાં વકીલે જણાવ્યું કે, કિશોરી જ્યારે ભાગી ત્યારે તેની ઉંમર 17 વર્ષની હતી. આ ઉપરાંત તે પોતાની મરજીથી આરોપી સાથે ભાગી ગઇ હતી. બંન્નેની સગાઇ થઇ હતી બંન્ને એક બીજાના પ્રેમમાં હતા. આ ઉપરાંત ફરિયાદી યુવકને પસંદ પણ કરતા નહોતા. જેથી આ ગુનાનો ભોગ બનનારા યુવતી પોતે જ ભાગી છુટી હતી. આ ઉપરાંત તે જ્યારે 18 વર્ષની થઇ ત્યાર બાદ આ કામના આરોપીએ તેની સાથે લગ્ન કર્યા હતા. આ ઉપરાંત આરોપી હાલમાં એક સંતાનનો પિતા પણ છે. જોકે, ફરિયાદી દ્વારા પણ કોઇ દલીલ નહી કરવામાં આવતા તેનું સોગંદનામું આખરે મંજુર રાખવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *