સુરત: ટ્રિપલ સવારી જતા યુવાનોની બાઈક ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો ગંભીર અકસ્માત

સોશિયલ મીડિયામાં અવારનવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. અકસ્માતને કારણે કેટલાય લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોને ગુમાવવાનો વારો આવતો હોય છે. હાલમાં પણ માર્ગ અકસ્માતની આવી જ એક ઘટના સામે આવી રહી છે.

દેશભરમાં અવાર-નવાર અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે. જોમાં દિવસ દરમ્યાન હજારો લોકો પોતાનો જીવ ગુમાવતા હોય છે. ત્યારે આજ રોજ આવી જ એક ઘટના દક્ષીણ ગુજરાતમાં આવેલ સુરતમાંથી સામે આવી છે. સુરતમાં આવેલ હજીરા રોડ ઉપર બાઈક પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો.

મળતી માહિતી અનુસાર, સુરતમાં આવેલ હજીરા બાયપાસ પર ગંભીર અકસ્માત સર્જાયો હતો. સવારના સમયે ટ્રિપલ સીટ સવારી જતા યુવાનોની બાઈક એ કાબુ ગુમાવતા બાઈક ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. હાલમાં અકસ્માતની સંખ્યામાં સતતને સતત વધારો થઇ રહ્યો છે.

ગંભીર રીતે ઘાયલ યુવકોને 108 મારફતે હોસ્પિટલ ખસેડવા માં આવિયા છે. હોસ્પિટલમાં ત્રણે યુવક ની હાલત ગંભીર જાણવા મળી રહી છે. ઇચ્છાપોર પોલીસ ઘટના સ્થળે પોહચી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *