દીકરીઓના રક્ષણ કરનાર જ ભક્ષક- જાણો ક્યાં અધિકારીએ સુરતની યુવતીને ઉપાડી લઇ જઈ આચર્યું દુષ્કર્મ

ગુજરાતમાં કોઈને કોઈ જગ્યા ઉપર યુવતી, મહિલા અને હવે તો નાની બાળકીની પણ ઈજ્જત લુંટાતી રહે છે. ત્યાર આજરોજ આવી જ એક ઘટના સુરતમાંથી સામે…

ગુજરાતમાં કોઈને કોઈ જગ્યા ઉપર યુવતી, મહિલા અને હવે તો નાની બાળકીની પણ ઈજ્જત લુંટાતી રહે છે. ત્યાર આજરોજ આવી જ એક ઘટના સુરતમાંથી સામે આવી છે. હોમગાર્ડના કંપની કમાન્ડરે પોતાના હાથ નીચે કામ કરતા હોમગાર્ડની 17 વર્ષિય દીકરીને પ્રેમજાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હતું. 17 વર્ષીય કિશોરીનું અપહરણ કરી નર્મદા જિલ્લામાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. પુણા પોલીસએ હોમગાર્ડ માતા પિતા ની ફરિયાદ લઈ નરાધમ આરોપી ને નર્મદા જિલ્લાના મોટીનાલ ગામ માંથી ઝડપી લીધો.

અપહરણ અને દુષ્કર્મની આ ઘટના મામલે પુણા PI વી.યુ.ગડરિયાએ જણાવ્યું હતું કે, 7મી એપ્રિલે પુણા વિસ્તારમાં રહેતી 17 વર્ષિય યુવતી ઘરેથી કોલેજ જવા માટે નીકળી હતી અને ત્યાર બાદ ઘરે પરત આવી ન હતી. તેના પિતાએ પુણા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા આરોપી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે મોબાઈલ ફોનના આધારે તપાસ કરતા યુવતીનું લોકેશન નર્મદા જિલ્લાનું મોટીનાલ ગામમાં હોવાનું જાણવા મળી રહ્યું હતું. જેને આધારે પોલીસે તપાસ શરુ કરી હતી.

પોલીસ તપાસ દરમ્યાન પોલીસની એક ટીમ મોટીનાલ ગામ જઈને ત્યાંથી યુવતીને શોધી લીધી હતી. પોલીસે આરોપી રાજેશકુમાર મનુ વસાવા (40 વર્ષ. રહે. દોધનવાડી ગામ, સાગબારા, જિલ્લા નર્મદા)ની અટકાયત કરી હતી. રાજેશ હોમ ગાર્ડમાં કંપની કમાન્ડરના હોદ્દા પર ફરજ બજાવે છે.

મળતી માહિતી અનુસાર, યુવતીના પિતા અને આરોપી રાજેશ 2001માં સાથે હોમગાર્ડ હતા. પછી રાજેશને કંપની કમાન્ડર તરીકે પ્રમોશન મળ્યું હતું. ત્યાર બાદ રાજેશ અવાર-નવાર યુવતીના પિતાને મળવા ઘરે આવતો હોવાથી તે સમયે તેણે મોહિનીને પ્રેમજાળમાં ફસાવી હતી. યુવતી પર બળાત્કાર ગુજારતા રાજેશ સામે અપહરણના ગુનામાં બળાત્કારની કલમ ઉમેરાઈ હતી.

અત્રે ઉલેખનીય છે કે, આ પહેલા પણ રાજેશ ગુનાઇત માનસિકતા ધરાવે છે. 2019માં તેના વિરુદ્ધ કડોદરા GIDC પોલીસમાં છેતરપિંડી-વિશ્વાસઘાત નો ગુનો નોંધાતા તેની ધરપકડ કરાઇ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *