હાલમાં એક ઘટનાનાં સમાચાર સામે આવી રહ્યાં છે. સેનિટાઈઝર કર્યા પછી આગ પાસે ન જવાની વાત તો ઘણીવાર સાંભળવામાં આવી હશે પરંતુ તેનાથી દુર્ઘટના સર્જાઈ હોય તેમજ કુલ 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હોય તેવી ઘટના ઈન્દોરમાં સામે આવી રહી છે.
પતિ હાથમાં સેનિટાઈઝર કર્યા બાદ તરત તવા પર રહેલું પરાઠું લેવા ગયો ત્યારે આગ લાગી હતી. આ આગને બાજુમાં ઉભેલી પત્ની બુઝાવવા માટે ગઈ તો તેની સાડીમાં પણ આગ લાગી હોવાંથી બૂમાબૂમ કરતા બાજુમાં રહેલ 7 વર્ષની ભાણકી ડરીને તેને ભેટી પડી તો તેનું પણ મોત નીપજ્યું હતું.
મૃતકના દીકરા રાહુલ વર્માના જણાવ્યા પ્રમાણે ઘરમાં તેમની માતા મીના વર્મા જમવાનું બનાવી રહી હતી. 7 વર્ષીય ભાણકી રિદ્ધીકા વર્મા તેની પાસે બેઠી હતી. તેના 45 વર્ષીય પિતા રાજુ ફકીરચંદ વર્મા પણ રસોડામાં હતા. આ સમયે તેના પિતાએ હાથમાં સેનિટાઈઝર લગાવીને તવા પર રહેલ પરાઠું લીધું હતું.
સેનિટાઈઝરને લીધે હાથમાં આગ લાગી ગઈ હતી. આગ બુઝાવવાના પ્રયત્ન કરવામાં નિચે રહેલ કેરોસીનનું કેન ઢોળાઈ જતાં આગ વધારે ભભૂકી ઊઠી હતી. નાની મીના વર્માને બૂમાબુમ કરી જોઇને ભાણકી તેમને ભેટી પડી તો તે પણ દાઝી ગઈ હતી. રાહુલે જણાવ્યું કે, તેની બહેન તેમજ બનેવી લગ્નમાં બહાર ગયા હતા. રિદ્ધિકાનો 5 વર્ષીય ભાઈ પણ ઘરમાં હાજર હતો પરંતુ તેનો બચાવ થયો હતો.
રિદ્ધીકાનો જન્મદિન 4 ડિસેમ્બરે ઉજવાયો હતો ;
રાહુલે કહ્યું હતું કે, 4 ડિસેમ્બરે રિદ્ધીકાનો જન્મદિન તમામ લોકોએ સાથે મળીને ઉજવ્યો હતો. લગ્ન પ્રસંગમાં હાજરી આપવા માટે ગયેલા બહેન-બનેવી રિદ્ધીકા તેમજ તેના ફક્ત 5 વર્ષીય ભાઈ પ્રિન્સને ઘરે મૂકીને ગયા હતા. જેમાં રિદ્ધીકાએ જીવ ગુમાવ્યો છે તેમજ પ્રિન્સનો બચાવ થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle