હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. કામરેજ તાલુકામાં આવેલ વિહાણ શામપુરા માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલ કારચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા રોંગ સાઈડ પર જઈ સામેથી મોટરસાયકલ પર આવતા પરિવારને અડફેટે લીધો હતો.
અકસ્માત એટલો ભયંકર હતો કે, મોટરસાયકલ પર આગળ બેસેલ ફક્ત 3 વર્ષીય બાળકી 20 ફૂટ જેટલી ઉપર ઉછળી ઝાડની ડાળીઓમાં ફસાઈ જતાં બાળકીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલ માતા પિતા, નાની દીકરીને બારડોલી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.કામરેજ તાલુકામાં આવેલ શામપુરા ગામનાં પારસી ફળિયામાં રહેતા સંજય બાલુભાઈ રાઠોડ રવિવાર પત્ની મનીષાબેન, પોતાની 3 વર્ષની દીકરી મહેક તથા દોઢ વર્ષની દીકરી ઉમિષા સાથે બારડોલી ખરીદી કરવા માટે ગયા હતા.
બારડોલીથી પાછા ફરતી વખતે બપોરના 3 વાગ્યાના અરસામાં બારડોલીથી શામપુરા બાજુ જઈ રહ્યા હતા ત્યારે વિહાણ બાજુ જઈ રહેલ એક એસેન્ટ ગાડી નં. GJ-5-CG-3297 નો ચાલક પુરપાટ તથા ગફલત ભર્યું હંકારીને રોંગ સાઈડ આવી સામેથી આવતા સંજયભાઈની મોટરસાયકલને અડફેટે લઈ લીધી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે, મોટરસાયકલ ચાલકનો પરિવાર હવામાં ફંગોળાઈ ગયો હતો.
મહેકના માતા પિતા અને નાની બહેન રોડ પર પટકાઈ જતાં શરીરે ગંભીર ઇજા થઈ હતી :
મોટરસાયકલ પર આગળ બેસેલ 3 વર્ષની માસૂમ મહેક 20 ફૂટ ઊંચે હવામાં ફગોળાઈને વૃક્ષની ડાળીઓમાં ફસાઈ ગઈ હતી તેમજ બાળકીનું ઘટનાસ્થળ પર જ કરૂણ મોત થયું હતું. મહેકના માતા પિતા તથા નાની બહેન રોડ પર પટકાઈ જતાં શરીરે ગંભીર ઇજા પહોંચી હતી.
એસેંટ કાર પણ રોડની નજીકના ખાડામાં ઉતરી ગઈ હતી તેમજ ધડાકા સાથે થયેલ અકસ્માતનો અવાજ સાંભળી આજુબાજુના લોકો ઘટનાસ્થળ પર એકત્ર થઈને ઇજા ગ્રસ્ત પરિવારને 108 માં સારવાર માટે બારડોલી ખસેડવામાં આવ્યો હતો તો કાર ચાલકને લોકોએ પકડી પોલીસને હવાલે કર્યો હતો. ઘટના અંગે પોલીસે કાર ચાલકની વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લીવર જામ થતાં કાર બેકાબૂ બન્યાનું તારણ :
કાર ચાલક કૌશિકભાઈ છીતુભાઈ વાઘાણી વાઘેચા મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન શામપુરા ગામની સીમમાં ગાડીનું લીવર જામ થતાં સ્ટેરીગ પરથી કાબુ ગુમાવ્યો હતો તેમજ સામેથી આવતી સંજયભાઈની મોટરસાયકલને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક ધોરણે જાણવા મળી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle