કોરોના જેવી ભયંકર મહામારીને કારણે સમગ્ર દેશમાં ગત માર્ચ મહિનાથી શાળા કોલેજો બંધ રહેલી છે. આની સાથે જ આગલા માર્ચ મહિના સુધી શાળા-કોલેજોની શરૂઆત થાય એવી કોઈ શક્યતાઓ દેખાઈ રહી નથી ત્યારે બાળકોને ખુબ મજા પડી ગઈ હોય એવું લાગી રહ્યું છે.
હાલના સમયમાં રમત, TV, મોબાઈલ ગેમની સિવાય બીજું કાંઈ ન કર્યું હોય ત્યારે સમગ્ર દેશના બાળકો માટે એક દિશા સૂચક રાજ્યમાં આવેલ કેવડિયાનો ફક્ત 7 વર્ષીય વેદાંત બન્યો છે, કે તેણે કેવી રીતે લોકડાઉનનો સદુપયોગ કર્યો છે. નર્મદા જિલ્લામાં આવેલ કેવડિયા કોલોનીમાં રહેતા ફક્ત 7 વર્ષીય વેદાંત અજીતભાઈ તડવી નામના બાળકે કોરોના કાળના લોકડાઉન વખતે સત્સંગ દિક્ષા નામના ગ્રંથનાં કુલ 315 શ્લોક કંઠસ્થ કર્યાં છે.
આની સાથે જ સંસ્કૃતમાં પણ કુલ 200 શ્લોક કંઠસ્થ કર્યા છે તથા હજુ પણ તે સંપૂર્ણ ગ્રંથના કુલ 315 શ્લોક મુખપાઠ કરી રહ્યો છે. આશ્વર્યજનક બાબત તો એ છે કે, ફક્ત શ્લોકનો નંબર બોલો એની સાથે જ આ બાળક ફટાફટ મોઢે શ્લોક બોલે છે. આ પરિવારની બીજી એક મહત્વની વાત એ છે કે, પિતા અજીતભાઈ તડવી SRP માં ફરજ બજાવતા હોવાંથી લોકડાઉન દરમિયાન તેઓ જાહેર માર્ગ પર ફરજ બજાવતા હતા.
જયારે ઘરે પુત્ર ધાર્મિક પુસ્તક કંઠસ્થ કરતો હતો. ભારતીય સંસ્કૃતિની વૈદિક ભાષા સંસ્કૃતને જીવંત રાખવાનું કામ મહંત સ્વામી મહારાજ આ ગ્રંથના મુખપાઠની પ્રેરણા આપીને કરી રહ્યા છે. ચાલી રહેલ અખિલ ભારતીય અધિવેશનમાં નાના મોટા કુલ 8.000 સત્સંગીઓ આ સત્સંગ દીક્ષા ગ્રંથ સંસ્કૃતમાં મુખપાઠ કરી રહ્યા છે.
જેની સ્પર્ધા આગામી 24 જાન્યુઆરી વર્ષ 2021ના રોજ ક્ષેત્રીય સ્તર તથા અખિલ ભારતીય સ્પર્ધા 16 ફેબ્રુઆરી વર્ષ 2021 વસંતપંચમીના દિવસે આયોજન થવાનું છે કે, જેમાં આ વેદાંત ભાગ લેશે. હાલમાં યોજાયેલ ઓનલાઇન અધિવેશનમાં આ વેદાંતને સાંભળી ભરૂચ સ્વામિનારાયણ મંદિર ના કોઠારી સ્વામી પણ અચંબિત થઇ ગયા હતા.
શું છે દીક્ષા ગ્રંથ અને તેનું મહત્વ ?
આપ સૌને સુવિદિત છે કે, સત્સંગ દિક્ષા ગ્રંથ વિશ્વ વિખ્યાત BAPS સંસ્થા ના આધ્યાત્મિક વડા મહંત સ્વામી મહારાજ દ્વારા ગુજરાતીમાં વિક્રમ સંવત 2076ની વસંતપંચમી એ શરૂઆત કરી હતી. સંવત 2076ના ચૈત્ર સુદી નોમ ના દિવસ સુધી લખીને પૂર્ણ કર્યો હતો.
જેના સંસ્કૃત શ્લોકોની રચના મહામહોપાધ્યાય સાધુ ભદ્રેશદાસ દ્વારા કરવામાં આવેલ છે. આ ગ્રંથ સંવત 2078 ની ગુરુપૂનમના પરમ પવિત્ર દિવસે સમગ્ર BAPS સત્સંગ સમાજને ભેટમાં આપવામાં આવ્યો છે. આ ગ્રંથમાં પરબ્રહ્મ ભગવાન શ્રીસ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત આજ્ઞા-ઉપાસનાના સિદ્ધાંતોને રજુ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle