હાલના સમયમાં પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં એક આનંદનાં સમાચાર સામે આવી રહ્યાં છે. તમે અત્યાર સુધીમાં ફક્ત પેટ્રોલ અથવા તો બેટરીથી ચાલતી બાઈક જ જોઈ હશે પણ શુ ક્યારેય હવાથી ચાલતી બાઈક જોઈ છે?
તમે વિચારતા હશો કે, હવાથી બાઈક કેવી રીતે ચાલી શકે ? આ વાતને હકીકતમાં સબોત કરી બતાવી છે છઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતાં ઉત્તરાખંડનાં અદ્વૈત નામના બાળકે દાવો કર્યો છે કે, તેણે એવી બાઈક બનાવી છે કે, જેને ચલાવવા માટે પેટ્રોલ અથવા તો બેટરીની જરૂરીયાત પડતી નથી.
ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં ફક્ત ધોરણ 6 માં અભ્યાસ કરતાં ફક્ત 11 વર્ષીય અદ્વૈત છેત્રીએ હવાથી ચાલતી બાઈકને PM નરેન્દ્ર મોદીને સમર્પિત કરતાં ‘સ્વચ્છ ભારત મિશન’ અંતર્ગત તેનું પોતાનું નાનકડું યોગદાન આપ્યુ છે. અદ્વૈત છેત્રીએ હવાથી ચાલતી બાઈકને લઈને જણાવતાં કહ્યુ હતું કે, સમગ્ર દેશમાં ખૂબ ઝડપથી સતત વધતું જઈ રહેલ પ્રદૂષણને ઘટાડવા માટે આ બાઈક કારગર સાબિત થશે.
આની સાથે જ જ્યારે પુછવામાં આવ્યુ કે, આનો આઈડિયા તેને ક્યાંથી મળ્યો છે તો તેણે તેની પાછળની કહાની પણ જણાવી હતી. અદ્વૈત જણાવતાં કહે છે કે, એક દિવસ જ્યારે તેના ભાઈ સાથે ફુગ્ગાઓ ફુલાવી રહ્યો હતો ત્યારે હવાથી ભરેલ ફુગ્ગો ઉડવા લાગ્યો હતો.
આ સમયે મને વિચાર આવ્યો હતો કે, જ્યારે ફુગ્ગો હવાથી દોડી શકે છે, ત્યારે બાઇક પણ દોડી શકે છે. તેણે આ વાત તેના પિતાને જણાવી હતી તેમજ તેના પર કામ કરવાની શરૂઆત કરી દીધી હતી. આની સાથે જ તેનો ડેમો સફળ થયા બાદ, તેણે હવાથી ચાલતી બાઈકને બનાવી હતી.
તેણે સામાન્ય ટાયરમાં ભરેલી હવા સંચાલિત બાઇકનું એક ફોર્મુલા તૈયાર કર્યું હતું જેનું નામ અદ્વૈત ઓ ટુ રાખવામાં આવ્યું છે. આ બાઇકની ખાસિયત એ છે કે, તેની બંને તરફ બે ગેસ ટેન્ક લગાવવામાં આવી છે. જેને લીધે ન તો અવાજ પ્રદૂષણ થશે કે ન તો વાયુ પ્રદૂષણ થશે. એમ બંને રીતે ઉપયોગી થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle