કોરોનાને ધ્યાનમાં લઈ દિવાળી પર આતિશબાજી અને ફટાકડાના વેચાણ પર રાજ્ય સરકારે મુક્યો પ્રતિબંધ

કોરોનાને કારણે મોટાભાગનાં લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. આની સાથે જ કોરોનાને લીધે તહેવારોની ઉજવણી પણ થઈ શકી નથી. આવા સમયની વચ્ચે દિવાળીના…

કોરોનાને કારણે મોટાભાગનાં લોકોને પોતાની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. આની સાથે જ કોરોનાને લીધે તહેવારોની ઉજવણી પણ થઈ શકી નથી. આવા સમયની વચ્ચે દિવાળીના તહેવારને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. રાજસ્થાનના CM અશોક ગહેલોતે જણાવતાં કહ્યું હતું કે, કોરોના મહામારીના આવાં કપરાં સમયમાં લોકોના જીવનની રક્ષા સરકાર માટે સર્વોપરિ છે.

જેને કારણે રાજ્ય સરકાર દ્વારા કોરોના વચ્ચે ફટાકડાનું વેચાણ તેમજ આતિશબાજી કરવાં પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. CM ગહેલોતે રવિવારની સાંજે રાજ્યમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ ‘નો માસ્ક નો એન્ટ્રી’ અને ‘શુદ્ધ માટે યુદ્ધ’ અભિયાનની સમીક્ષા કરી રહ્યા હતા.

CM ગેહલોત દ્વારા મીટીંગમાં અનલોક -6ના દિશા નિર્દેશો પર ચર્ચા કરવામાં આવી હતી. મીટીંગમાં CM એ ફટાકડાથી નિકળતો ઝેરી ઘુમાડાથી કોરોનાથી સંક્રમિત થયેલ તેમજ સામાન્ય લોકોને સ્વાસ્થ્યની રક્ષા માટે ફટાકડાના વેચાણ તથા આતિશબાજી કરવાં પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ફિટનેસ વિના ધુમાડ઼ો કાઢનાર વાહનો પર કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

મુખ્યમંત્રીએ જણાવતાં કહ્યું હતું કે જર્મની, બ્રિટન, ફ્રાન્સ, ઈટલી અને સ્પેન જેવા વિકસિત દેશોમાં કોરોનાની બીજી લહેરની શરુઆત થઈ ગઈ છે. કેટલાંક દેશો તો ફરી લોકડાઉન કરવા માટે મજબૂર થયા છે. આપણે અહીં આવી પરિસ્થિતિ ઉભી થવા ન દઈ શકીએ. જેને જોતા સાવધાની રાખવી ખુબ જરુરી છે.

એમણે જણાવતાં કહ્યું કે, રાજ્યમાં કુલ 2,000 ચિકિત્સકોની ભરતી પ્રક્રિયા ઝડપથી પુરી કરવામાં આવશે. પરિક્ષાનાં પરિણામોમાં પસંદગી ચિકિત્સકોને પ્રક્રિયા કુલ 10 દિવસની અંદર પુરી કરીને જલ્દીથી નિયુક્ત પણ કરી દેવામાં આવશે. જેને કારણે મેડિકલ ક્ષેત્રમાં મદદ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *