ડેઇલીમેલના અહેવાલ મુજબ, આ કેસ મેક્સિકોના તીજુઆનાનો છે. જ્યાં આલ્બર્ટો નામના વ્યક્તિએ પડોશમાં રહેતી તેની પ્રેમિકાના ઘરે પહોંચવા માટે એક ગુપ્ત સુરંગ બનાવી હતી.
રિપોર્ટ અનુસાર આલ્બર્ટો એક બાંધકામ કામદાર છે અને તેણે પોતે જ આ સુરંગ બનાવી છે. જ્યારે મહિલાનો પતિ કામ પર ગયો હતો, ત્યારે તેનો પ્રેમી સુરંગ દ્વારા તેના ઘરે પહોંચતો હતો.
આલ્બર્ટો અને પામેલાના અફેરનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક દિવસ મહિલાનો પતિ જ્યોર્જ વહેલી તકે નોકરીથી ઘરે પાછો આવી ગયો અને પત્નીને તેના પાડોશી સાથે વાંધાજનક સ્થિતિમાં જુએ છે.
જ્યોર્જ આવ્યાની સાથે જ આલ્બર્ટો પલંગની પાછળ સંતાઈ ગયો અને પછી ગાયબ થઈ ગયો. આ પછી, જ્યોર્જે નજીકથી જોયું ત્યારે પલંગની પાછળ એક સુરંગ હતી, જે પાડોશીના ઘરે પહોંચતી હતી. આ સુરંગનો ફોટો પણ વાયરલ થઈ રહ્યો છે.
પકડાયા પછી, આલ્બર્ટોએ જ્યોર્જને કહ્યું કે, તેના અફેરની વાત તેની પત્નીને ન કહે. પરંતુ તે સંમત ન થયો અને પછી બંને વચ્ચે ઝઘડો થયો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle