કોરોનાનાં નવાં સ્ટ્રેન કરતાં પણ વધુ ભયંકર છે આ વાયરસ -દુનિયામાં ફેલાશે તો પરીસ્તિથી અકલ્પનીય બનશે કે…

હાલમાં કોરોના મહામારીનો નવો સ્ટ્રેનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે હાલમાં એનાંથી પણ ભયંકર મહામારીને લઈ એક સમાચાર સામે આવી રહ્યાં છે. નવેમ્બર મહિનાની શરૂઆતમાં ડેનમાર્ક એ પોતાના ત્યાંના બધાં જ ઉદબિલાવોને મારી નાંખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

સમગ્ર દેશના ફર ફાર્મ્સમાં બ્રીડ કરવામાં આવેલ અંદાજે 1.7 કરોડ ઉદબિલાવોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતાં. આવું એટલા માટે કરવામાં આવ્યું હતું. કારણ કે, ઉદબિલાવોમાં કોવિડ-19 વાયરસ મળી આવ્યો હતો. ત્યારપછી તેમાં કોરોના વાયરસનું મ્યુટેશન થયું હતું.

ડેનમાર્કના અધિકારીઓને સતત ભય રહેતો હતો કે, જો મ્યુટેટેડ વાયરસ માણસોમાં ફેલાવવાની શરૂઆત થશે તો પરિસ્થિતિ વણસશે. ઉદબિલાવો Mink એક રીતે માંસાહારી જીવ હોય છે કે, જેને તેના ફર માટે બ્રીડ કરવામાં આવે છે. ડેનમાર્ક તેનો સૌથી મોટો ઉત્પાદક છે તેમજ ત્યાં જ ઉદબિલાવોમાં સૌથી વધારે કોવિડ કેસ સામે આવ્યા છે.

જો જંગલમાં વાયરસ ફેલાઇ ગયો તો …
ડેનમાર્કના ઉદબિલવોને મારવાની સાથે જ વાયરસનું આ સ્વરૂપ પૂર્ણ થયું નથી. એપ્રિલ મહિનામાં નેધરલેન્ડ્સ, જૂન મહિનામાં ડેનમાર્ક ત્યારપછી સ્પેન, ઇટાલી, લિથુનીયા, સ્વીડન, ગ્રીસ, કેનેડામાં પણ ફેલાયો હતો. ફાર્મવાળા ઉદબિલવોમાં કોરોના વાયરસ ઓછામાં ઓછા કુલ 9 દેશોમાં જોવા મળ્યો હતો.

અમેરિકામાં સૌપ્રથમ કેસ ઓક્ટોબરમાં આવ્યો હતો. જંગલમાં વાયરસ ફેલાવવાનો ડર પણ સાચો સાબિત થયો હતો. 13 ડિસેમ્બરે અમેરિકામાં આવેલ ઉટામાં એક કોવિડ સંક્રમિત જંગલી ઉદબિલાવ જોવા મળ્યો હતો. જંગલમાં વાયરસ કેટલો ફેલાયો છે તેની હજુ જાણ થઈ શકી નથી પણ જો આ વધારે ફેલાશે તો મુશ્કેલી આવે તે નિશ્ચિત છે.

માનવી તથા ઉદબિલાવોની વચ્ચે જેટલી વખત વાયરસની આપ-લે થશે, એક ખતરનાક મ્યુટેશનની શક્યતામાં વધારો થઈ જાય છે. નવા ‘યુકે સ્ટ્રેન’માં જોવા મળેલ ફેરફાર ઉદબિલાવમાં મળી આવેલ વાયરસ વર્ઝનમાં અગાઉ દેખાઇ ચૂકયો હતો. આવા સંક્રમણની શક્યતા રહેલી છે કે, કારણકે ઉદબિલાવોને શ્વસન તંત્રમાં ઇન્ફેકશનનો ભય રહે છે.

SARS-CoV-2ના કેટલા નમૂનાઓની સીક્વેંસિંગ થઇ?
નવા સ્ટ્રેનની વાત સામે આવ્યા પછી બ્રિટન એક રીતે જુદું પડી ગયું છે. નવા સ્ટ્રેનની ઓળખ એટલા માટે જલ્દીથી થઇ શકે છે. કારણ કે, તેને ત્યાં વિશ્વનાં સૌથી શ્રેષ્ઠ તથા વ્યાપક જિનેટિક સીક્વેંસિંગ પ્રોગ્રામ છે. તાજા અપડેટ સુધી કુલ 1,36,835 વાયરસ સેમ્પલનું જીનેટિક એનાલિસિસ કરી લેવામાં આવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *