લોકોને ઘાતક દોરીથી બચાવવા માટે છેલ્લાં 14 વર્ષથી આ અમદાવાદી યુવક ચલાવી રહ્યો છે અનોખું અભિયાન

14 જાન્યુઆરીનાં રોજ ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. માર્ગ પર વાહનચાલકોને દોરી વાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે પણ એમ્બ્યુલન્સમાં વોલેન્ટિયર તરીકે ફરજ બજાવી રહેલ અમદાવાદના એક યુવાનનું અસરકારક અભિયાનની મહેનત રંગ લાવી છે.

લોકોને ઘાતક દોરીનો શિકાર થતા બચાવવા આ યુવાને શહેરના વિવિધ બ્રિજ પર તાર બાંધવાનું અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લાં 14 વર્ષથી આ યુવકના આ સેફ ઉત્તરાયણના અભિયાનને લીધે દોરી વાગી જવાની ઘટનાઓમાં 80% ઘટાડો નોંધાતાં હોવાંનો આ યુવકે દાવો કર્યો છે.

અમદાવાદમાં આવેલ શાહપુરમાં રહેતા મનોજભાઈ ભાવસારે 14 વર્ષ અગાઉ ઉત્તરાયણનું અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. અમદાવાદના તમામ બ્રિજના બંને છેડે તાર બાંધવાનું આ અભિયાન આ વર્ષ દરમિયાન યથાવત રહ્યું છે. આ અભિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ક્રેનવહિકલની મદદ પુરી પડે છે.

મનોજ ભાવસાર કહે છે કે, 14 વર્ષ અગાઉ દોરી વાગવાના નાના-મોટા થઈને કુલ 500થી વધારે કેસ આવતા હતા પરંતુ આ અભિયાન શરુ કર્યાં પછી કેસમાં ઘટાડો થઈ ગયો છે. કેસમાં કુલ 80% નો ઘટાડો નોંધાયો છે. અમદાવાદમાં નદી પરના કુલ 10 જેટલા બ્રિજ છે જ્યારે વિવિધ વિસ્તારમાં કુલ 35થી વધારે ઓવરબ્રિજ છે. ઉત્તરાયણ તથા તેના આગલા દિવસોમાં દોરી વાગવાની ઘટનાઓ મોટાભાગે ઓવરબ્રિજ પર બનતી હોય છે.

બ્રિજના બંને છેડે તાર બાંધી દેવામાં આવતા પતંગ કપાઈ ગયા પછી દોરનો ઝોલ તાર પર રહી જાય છે તથા નીચે આવતો નથી. જેને કારણે વાહન ચાલકને દોરી વાગી જવાના ચાન્સમાં ઘટાડો થઈ જાય છે. હાલમાં અમદાવાદના કુલ 28 જેટલા બ્રિજ પર તાર લગાવી દેવામાં આવ્યા છે.

જે બ્રિજ પર તાર લાગી શકે તેમ નથી ત્યાં ઉત્તરાયણના દિવસે તેઓ મેડિકલ સેવા આપશે. અહીં મહત્વની બાબત તો એ છે કે, મનોજ ભાવસાર વર્ષોથી 108 ઇમરજન્સી સર્વિસમાં વોલીએન્ટર તરીકે સેવા આપી રહ્યાં છે. કોરોનામાં મનોજભાઈને કોરોના વોરીયરના એવોર્ડથી પણ નવાજવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *