મોરબીમાં પુત્રી સાથે પ્રેમ કરવાની આ યુવકને ચૂકવવી પડી મોટી કિંમત

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે. આની સાથે જ રાજ્યમાંથી હત્યાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. આવી ઘટનાઓમાં સમગ્ર રાજ્યમાં સતત વધારો…

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર રાજ્યમાં ચાલી રહી છે. આની સાથે જ રાજ્યમાંથી હત્યાની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. આવી ઘટનાઓમાં સમગ્ર રાજ્યમાં સતત વધારો જ થતો જાય છે. હાલમાં આવી જ એક ઘટના ફરી એકવાર સામે આવી રહી છે.

જયારે એક સમાજનાં કુલ 2 વ્યક્તિની વચ્ચે પ્રેમ સંબંધ બંધાય છે ત્યારે ઘણી આવી ઘટનાનો અંજામ લોહિયાળ જ આવતો હોય છે. આવી જ એક ઘટના મોરબી જિલ્લામાં આવેલ હળવદ તાલુકાનાં વેગડવાવ ગામમાંથી સામે આવી છે. જેમાં પોતાની પુત્રીની સાથે પ્રેમ સંબંધ ધરાવતાં પોતાનાં સમાજનાં જ યુવાનને દીકરીનાં પિતા તથા તેનાં 2 ભાઈએ મળીને જીવતો જ સળગાવી દીધો હતો.

હળવદ તાલુકામાં આવેલ વેગડવાવ ગામમાં રહેતાં વિક્રમ હરેશભાઈ પીપળીયા નામનાં યુવાનને ગત રાત્રે હનુમાન મંદિરની પાસે આવેલ એની ઓરડીમાં સુતેલી સ્તિથીમાં જ જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. સૂઈ રહેલ વિક્રમની ઓરડીનો દરવાજો બહારથી બંધ કરીને બારીમાંથી જ્વલનશીલ પદાર્થ અંદર નાંખીને વિક્રમને જીવતો સળગાવી દેવાયો હતો.

ગંભીર હાલતમાં વિક્રમને સારવાર અર્થે તો ખસેડાયો પણ એનું મોત નીપજ્યું હતું. મૃતકનાં પિતાની ફરિયાદને આધારે હળવદ પોલીસ સ્ટેશનમાં કુલ 3 શખ્સોની સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જેની સામે હત્યાની ફરિયાદ નોંધવામાં આવી એ કુલ 3 શખ્સોનાં નામ મહાદેવ કાનજી કોળી, સુરેશ કાનજી કોળી તથા દિનેશ કાનજી કોળી છે.

જે ત્રણેય સગાં ભાઈ જ છે. મૃતક યુવાન વિક્રમને આરોપી મહાદેવ કાનજી કોળીની પુત્રીની સાથે પ્રેમ સંબંધ થયો હતો તથા આ બાબત આરોપીઓને ખટકી રહી હતી. જેથી વિક્રમની હત્યાનું કાવતરું રચીને ગઈકાલ રાત્રે એને ઊંઘમાં જ જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો.

ઘટના પછી ત્રણેય આરોપીઓ હાલ તો ભાગી ચુક્યા છે તથા પોલીસની ટીમ એમને શોધી કાઢવાં માટે મહેનત પણ કરી રહી છે પણ આ ઘટના અગાઉ પણ મૃતક વિક્રમનું બાઈક આરોપીઓ દ્વારા સળગાવી નાંખવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે તેમજ પોલીસ આ બાબતમાં પણ તપાસ કરી રહી છે.

આજનાં સમયમાં પણ પ્રેમ સંબંધને સમાજ સ્વીકારતો નથી. એનાં પુરાવારૂપ આ ઘટનામાં વિક્રમ તથા આરોપીઓ એક જ સમાજનાં હતાં. મૃતકની સાથેનાં આરોપીની પુત્રીનાં પ્રેમસંબંધ આરોપીને કોઈ કાળે મંજુર ન હતાં તેમજ તેથી જ વિક્રમને જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો. આમ વધુ એક યુવાન પ્રેમનાં નામે બલી ચડી ગયો છે. હવે આરોપીની શોધખોળ ચાલી રહી છે પણ પ્રેમસંબંધ ઘણીવાર  લોહિયાળ સાબિત થતાં હોય છે એવું વધુ એક વાર જોવા મળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *