સમગ્ર દેશમાં વર્ષ 2021નું પ્રથમ ઓર્ગન ડોનેશન અંગદાનમાં અગ્રેસર એવા સુરત શહેરમાંથી થયું છે. ડિંડોલીમાં રહેતા અને અક્સ્માત બાદ બ્રેનડેડ થયેલા કારખાનેદારના પરિવારે તેમના અંગોનું દાન કરી 5 વ્યક્તિને નવું જીવન આપ્યું છે. તેમના હૃદય અને ફેફસાનું સુરતથી 1618 કિમીનું અંતર 170 મીનીટમાં કાપીને ચેન્નાઈની હોસ્પિટલમાં બે દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.
સુરતના ડિંડોલીની અંબિકા સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ પટેલ(57) તા.30 ડિસેમ્બરે પ્રમુખ પાર્ક બ્રિજ પરથી જતા હતા ત્યારે અચાનક ગાય આવી જતા બાઈક સ્લીપ થઈ હતી. સિવિલ બાદ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી સિટીસ્કેન કરાવતા હેમરેજના કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયાનું જણાતા તબીબોએ લોહીનો ગઠ્ઠો દુર કર્યો હતો. જોકે 1લી જાન્યુ.એ તબીબોએ બ્રેનડેડ જાહેર કરતા અંગ દાન કરાયા હતા.
Donate Life તેમજ સમગ્ર સમાજ બ્રેઈનડેડ વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ પટેલના પરિવારને પોતાના સ્વજનના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન આપવા માટે નતમસ્તક વંદન કરે છે. વર્ષ 2021નું દેશનું પહેલું કેડેવર ઓર્ગન ડોનેશન વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ પટેલના પરિવારજનોના સહયોગથી મહાવીર ટ્રોમા હોસ્પીટલ સુરતથી ડોનેટ લાઈફ દ્વારા કરાવવામાં આવ્યું.
કડવા પટેલ મોટા બાવન બાવીસ સમાજના બ્રેઈનડેડ વિષ્ણુભાઈ પ્રહલાદભાઈ પટેલના પરિવારે તેમના હૃદય, ફેફસાં, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી.
સુરતથી ચેન્નાઈનું 1618 કિ.મીનું અંતર 170 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈના રહેવાસી 58 વર્ષીય વ્યક્તિમાં MGM હોસ્પીટલમાં અને ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈની રહેવાસી ૬૨ વર્ષીય મહિલામાં એપોલો હોસ્પીટલમાં કરવામાં આવ્યું, જયારે લિવરનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદની IKDRCમાં કરવામાં આવ્યું.
સુરતની મહાવીર ટ્રોમા હોસ્પિટલથી અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) હોસ્પિટલ સુધીનું 270 કિ.મિ રોડ માર્ગનું અંતર 190 મીનીટમાં કાપીને દાનમાં મેળવવામાં આવેલા લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ખેડાના રહેવાસી 45 વર્ષીય વ્યક્તિમાં ડૉ.પ્રાંજલ મોદી અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું છે. જયારે બંને કિડની ખરાબ થઇ ગઈ હોવાથી તેનું ટ્રાન્સપ્લાન્ટ થઇ શક્યું નથી.
હ્રદય અને ફેફસાં સમયસર ચેન્નાઈ પહોંચાડવા માટે મહાવીર ટ્રોમા હોસ્પિટલથી સુરત એરપોર્ટ સુધીના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે સુરત શહેર પોલીસનો સહકાર સાંપડ્યો હતો. એજ રીતે કિડની અને લિવર અમદાવાદની Institute of Kidney Diseases and Research Centre (IKDRC) મોકલવા માટે મહાવીર ટ્રોમા હોસ્પિટલથી અમદાવાદ IKDRC હોસ્પિટલ સુધીના 270 કિ.મિ. ના માર્ગને ગ્રીન કોરીડોર બનાવવા માટે રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસનો સહકાર સાંપડ્યો હતો.
સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 375 કિડની, 153 લિવર, 8 પેન્ક્રીઆસ, 31 હૃદય, 12 ફેફસાં અને 278 ચક્ષુઓ કુલ 856 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 786 વ્યક્તિઓને નવુંજીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle