સુરતના કેમિકલના ગોડાઉનમાં બ્લાસ્ટ બાદ ફાટી નીકળી ભીષણ આગ

સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં આવેલા ગુરૂકૃપા ઉદ્યોગના કેમિકલ ગોડાઉનમાં બપોરના 4 વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી. ધન્યવાદ કે વિસ્ફોટ સમયે ગોડાઉનમાં કોઈ હાજર નહોતું.…

સુરત શહેરના બેસ્તાન વિસ્તારમાં આવેલા ગુરૂકૃપા ઉદ્યોગના કેમિકલ ગોડાઉનમાં બપોરના 4 વાગ્યાના અરસામાં આગ ફાટી નીકળી હતી. ધન્યવાદ કે વિસ્ફોટ સમયે ગોડાઉનમાં કોઈ હાજર નહોતું. ફાયર બ્રિગેડે આગને કાબુમાં લીધી છે. દિવાળીના દિવસે સવારના સમયે શોર્ટ સર્કિટથી લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કંપનીમાં રહેલા પ્લાસ્ટિકના દાણા સળગવા લાગતાં ધૂમાડા ઊંચે સુધી ઉઠ્યાં છે. જેથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો છે.

આગ લાગતાની સાથે જ ઘટના સ્થળે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. આગ લાગ્યાનો કોલ મળતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ પોલીસ કાફલા દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડને કોઈ અડચણ ન આવે તે માટે કંપની તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

ફાયરબ્રિગેડ ના જણાવ્યા અનુસાર, ધમડાચીના પીરૂ ફળિયામાં આવેલા પ્લોટ નંબર 542માં આવેલી જે.પી.એન્ટરપ્રાઈઝમાં દિવાળીના દિવસે સવારે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી. આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આસપાસના વિસ્તારોમાં ભયના માહોલ સાથે દોડધામ મચી ગઈ હતી.

ફાયરબ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આગ પ્લાસ્ટિકના દાણામાં લાગી હોવાથી કાળા ધૂમાડા નીકળી રહ્યાં છે. આગ પર પાણીનો મારો ચલાવીને આગળ વધતી અટકાવીને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યાં છે. આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક તબક્કે કહી શકાય છે. જે.પી.એન્ટરપ્રાઈઝ કંપનીમાં દિવાળીની રજા હોવાના કારણે કામ બંધ હોવાથી કામદારો નહોતા. જેના કારણે સદનસીબે આગ લાગી ત્યારે કોઈ ઈજા જાનહાનિ સર્જાઈ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *