અમદાવાદમાં માસ્ક વગર પતંગ ચગાવવો યુવકને ભારે પડ્યો- પોલીસે પકડીને કર્યો આટલા રૂપિયાનો દંડ

ગુજરાત રાજ્યમાં કોવિડ-19 વચ્ચે ઉત્તરાયણનાં પર્વને લઈને રાજ્ય સરકારે ગાઈડલાઈન બહાર પાડી છે તેમજ  કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને જ લોકોને તેના ધાબા પર પતંગ ચગાવવાની મંજૂરી આપી છે. ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ લોકો રસ્તા પર ભેગા થઈને તેમજ ટેરેસ પર ભેગા થઈને પતંગ ચગાવી નહીં શકાય. લોકો દ્વારા પતંગ ચગાવતી વખતે પણ માસ્ક પહેરવા જરૂરી છે. તે સમયે ઉત્તરાયણ પર્વ અગાઉ જ ઘણા લોકો દ્વાર પતંગ ચગાવવા માટેનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ માર્કેટમાં પણ પતંગ ખરીદવા માટે લોકોની ચહલપહલ વધી ગઈ છે.

તે સમયે પોલીસે પણ નિયમોનો ભંગ કરી રહેલા લોકો વિરુદ્ધ હાલથી જ કાર્યવાહી કરવાનો પ્રારંભ કર્યો છે. અમદાવાદ પોલીસ દ્વારા જાહેર રોડ પર માસ્ક વિના પતંગ ચગાવી રહેલા એક યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. રિપોર્ટ મુજબ કોવિડ-19 મહામારીમાં જાહેર રોડ પર પતંગ ચગાવવા માટેની મનાઈ કરી છે. જે લોકો ઉત્તરાયણ પર્વની ગાઈડલાઈનનાં નિયમોનો ભંગ કરશે એમની વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી કરશે. અમદાવાદ શહેરની શહેરકોટડા પોલીસ પેટ્રોલિંગમાં હતી. એમાં શહેરકોટડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા અમદુપુરા બસ સ્ટેશન પાસે એક યુવક રસ્તા પર પતંગ ચલાવી રહ્યો હતો તે પોલીસને દેખાયો હતો.

આ યુવક દ્વારા પતંગ ચગાવતી વખતે માસ્ક પહેર્યું હતું નહિ. આ સિવાય યુવક રસ્તા પર પતંગ ચગાવતો હોવાનાં લીધે બીજા લોકો માટે પણ જોખમ ઊભું કરી શકે એમ હોવાનાં લીધે પોલીસે તરત જ કાર્યવાહી કરી હતી. પોલીસ દ્વારા રસ્તા વચ્ચે માસ્ક વિના તેમજ લોકોને જોખમ થાય એવી રીતે પતંગ ચગાવતા યુવકની વિરુદ્ધ IPCની કલમ 188 તેમજ ગુજરાત પોલીસ એક્ટની 1951ની કલમ 131 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. નોંધનીય વાત એ છે કે, ઉત્તરાયણ પર્વમાં લોકોને સરકારે બહાર પાડેલી ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. જે લોકો નિયમોનું પાલન નહીં કરે એમની વિરુદ્ધ કાર્યવાહી કરશે.

દરેક લોકો કોરોના નિયમોનું પાલન કરે છે કે, નહીં તે જોવા માટે પોલીસ ડ્રોન કેમેરાની મદદ લેશે તેમજ અમદાવાદ શહેરમાં પેટ્રોલિંગ વધારશે. ખાસ વાત એ છે કે, દર વર્ષે લોકો તેનાં સગા સંબંધીઓનાં ઘરે જઈને ઉત્તરાયણનાં પર્વની ઉજવણી બહુ જ આનંદથી ઉજવણી કરે છે પણ આ વર્ષે કોવિડ-19 મહામારીનાં લીધે સંક્રમણ વધી ન જાય એ માટે એક જ પરિવારનાં દરેક લોકોને ધાબા પર ભેગા થવાની મંજૂરી આપી છે. જો વધુ લોકો ધાબા પર ભેગા થશે તેમજ કોરોનાના નિયમનો ભંગ થતો જણાશે તો પોલીસ  કાર્યવાહી કરશે. અમદાવાદ શહેરમાં પતંગ ચગાવવાની બાબતે યુવક વિરુદ્ધ પ્રથમ કેસ નોધવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *